Junagadh News/ જુનાગઢ ભુપત ભાયાણીનો હર્ષદ રીબડીયા ઉપર પ્રહાર, તેમણે પિટિશન પરત ખેંચવા વાત કરી

જૂનાગઢમાં રાજકીય માહોલ ગરમ થયો છે. ભૂતપૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી અને હર્ષદ રીબડીયા વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે. રીબડીયા દ્વારા દાખલ કરવામાં આવેલી પિટિશનને લઈને બંને નેતાઓ આમને સામને આવ્યા છે.

Gujarat Others Breaking News

Junagadh News : જુનાગઢમાં હાલના રાજકીય તણાવ વચ્ચે, ભુપત ભાયાણી અને હર્ષદ રીબડીયાની વચ્ચેનું વિવાદ ભારે ચર્ચાસ્પદ બની ગયું છે. 2023 ફેબ્રુઆરીમાં હર્ષદ રીબડીયાએ ભાયાણી વિરુદ્ધ પિટિશન દાખલ કરી હતી, જેમાં પ્રસ્તાવ હતો કે ભાયાણી દ્વારા ચૂંટણી ફોર્મમાં પુત્રની બાઈકની વિગત છુપાવવામાં આવી હતી. હર્ષદ રીબડીયાનો આરોપ છે કે 50,000 રૂપિયાની બાઈક માટે, ભાયાણીએ 2.5 લાખ લોકોને બાનમાં લઈ લીધા છે. આ મામલે હર્ષદ રીબડીયાએ પિટિશન દાખલ કરી, પરંતુ ભુપત ભાયાણીનો જવાબ તે રીતે આવ્યો છે કે, “વિગતો મેં છુપાવ્યું નથી, ફોર્મમાં બધી વિગતો હતી.”

હર્ષદ રીબડીયાના નિવેદન બાદ, ભાયાણીએ તેમના વિધાનમાં જણાવ્યું હતું કે, “મનદુઃખ ન હોય તો પીટીશન પરત ખેંચવી જોઈએ,” રીબડીયાએ ભાયાણી પર ચૂંટણી દરમિયાન પોતાના પુત્રની બાઈકની વિગત છુપાવવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે ભાયાણીએ જણાવ્યું કે, “મને આ મામલે કોઈ મનદુઃખ નથી. જો રીબડીયાને પણ મનદુઃખ ન હોય તો તેમણે પિટિશન પરત ખેંચવી જોઈએ.” ભાયાણીએ એમ પણ કહ્યું કે તેઓ પિટિશન પરત ખેંચવાની વિનંતી સાથે રીબડીયાને મળ્યા હતા.

ભાયાણી, જેમણે જૂના ચૂંટણી દરમિયાન હર્ષદ રીબડીયાને સામે લડાઈ કરી હતી, તે આ સમયે મતદારોના હિત માટે પણ પિટિશન પરત ખેંચવાની વાત કરી રહ્યા છે. તેમણે કહ્યું છે કે, “વિસ્તારના મતદારો મુશ્કેલીમાં છે અને વિકાસના કામો અટકાઇ ગયા છે.”  પાર્ટીના આગેવાનોએ પણ પિટિશન પરત ખેંચવાની સૂચના આપી છે, જે હવે આ વિવાદના સમાધાન માટે એક કવાયત તરીકે આગળ આવી રહી છે.

બંને નેતાઓ અગાઉ વિરોધી પક્ષોમાં હતા અને ચૂંટણીમાં આમને સામને આવી ચૂક્યા છે. હાલમાં આ વિવાદને કારણે વિસ્તારના મતદારો મુશ્કેલીમાં છે અને વિકાસના કામો અટકી પડ્યા છે. પાર્ટીના આગેવાનોએ પણ બંનેને પિટિશન પરત ખેંચવાની સલાહ આપી છે.

@ AMMAR BAKHAI, Mtv


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વિસાવદરના આપના MLA કરી શકે છે ધડાકો આજે બપોરના સમયે કરશે પત્રકાર પરિષદ આપના ભુપત ભાયાણી કરી શકે છે ધડાકો

આ પણ વાંચો: ગુજરાતમાં કેજરીવાલને ઝટકો, AAP ધારાસભ્ય ભુપત ભાયાણી ભાજપને આપશે સમર્થન

આ પણ વાંચો: ભેંસાણના છોડવડીમાં મંડળીના મંત્રી અને બેંકના મેનેજર સામે 6.21 કરોડની છેતરપિંડીની ફરિયાદ