જુનાગઢ/ ભેંસાણના છોડવડીમાં મંડળીના મંત્રી અને બેંકના મેનેજર સામે 6.21 કરોડની છેતરપિંડીની ફરિયાદ

જુનાગઢના ભેસાણ તાલુકાની છોડવડી જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ,મંત્રી અને મેનેજર દ્વારા ખેડૂતો સાથે 6.21 કરોડની છેતરપિંડી કર્યાની ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે પ્રમુખ અને મંત્રીને ઝડપીને વધુ પુછપરછ શરૂ કરી છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2023 10 25T182417.490 ભેંસાણના છોડવડીમાં મંડળીના મંત્રી અને બેંકના મેનેજર સામે 6.21 કરોડની છેતરપિંડીની ફરિયાદ

Junagadh News: જૂનાગઢના ભેસાણ તાલુકાના છોડવડી જૂથ સેવા સહકારી મંડળીના મંત્રી પ્રમુખ અને મેનેજર દ્વારા છોડવડી ગામના 53 ખેડૂતોને મળવા પાત્ર ધિરાણ કરતા પણ વધુ ધિરાણ આપી રૂ 5.96 કરોડ તેમજ 12 સભાસદ ખેડૂતોના સાક પત્ર મંજૂર થયેલ ન હોવા છતાં પણ આ ત્રણેય આરોપીઓએ મળી અપ્રમાણિત ઇરાદાથી રૂપિયા 23.87 લાખની ગેરકાયદેસર રીતે શાક મંજૂર કરી ધિરાણ ઉપાડી આ ત્રણે આરોપીઓ દ્વારા મંડળીનો ખોટો હિસાબ બતાવી ખેડૂતો સાથે છેતરપિંડી કરી હતી.

તો બીજી તરફ છોડવડી સેવા સહકારી મંડળીના ત્રણેય આરોપીઓ દ્વારા ખોટા હિસાબોને સાચા તરીકે બેંકમાં રજૂ કરી નકલી દસ્તાવેજ બનાવવામાં આવ્યા હતા ત્યારે આરોપીઓ દ્વારા કુલ રૂપિયા 6.21કરોડની નાણાકીય ગેર રીતે આચરી ખેડૂતો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતા જૂનાગઢ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ની વેચાણ શાખા ના મેનેજર સચિન મહેતા દ્વારા ભેસાણ પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે નરેશ ગોંડલિયા અને વિઠ્ઠલ પાઘડાળ ની ધરપકડ કરી છે.

 જ્યારે મેનેજર રમેશ રામાણી અગાઉ ભેસાણ તાલુકાના વાંદરવડ સહકારી મંડળીમાં કરોડોની છત્રપિંડની ફરિયા ની ફરિયાદમાં આરોપી તરીકે હોવાથી તે હાલ જેલ ની અંદર છે જરા મેનેજર દ્વારા વધુ એક સહકારી મંડળીમાં ગેરરીતી કર્યાનું સામે આવતા પોલીસ દ્વારા રમેશ રામાણીની પણ પૂછપરછ હાથ ધરવામાં આવશે.

બીજી તરફ આવી છેતરપિંડીનો ભોગ બનતા ખેડૂતોને ખ્યાલ પણ નથી હોતો કે તેઓ સહકારી ધિરાણ બાબતે ભોગ બન્યા છે કારણકે ખેડૂતોને પોતાની સહકારી બેંકના પ્રમુખ કે મંત્રી પર વિશ્વાસ હોય છે અને જેને કારણે ખેડૂતો ને વધુ ખ્યાલ આવતો નથી તેમ ધારાસભ્ય ભુપત ભાયાણીએ જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 ભેંસાણના છોડવડીમાં મંડળીના મંત્રી અને બેંકના મેનેજર સામે 6.21 કરોડની છેતરપિંડીની ફરિયાદ


આ પણ વાંચો:નવરાત્રીમાં કુલ આટલા હાર્ટ એટેકના ઇમરજન્સી કોલ મળ્યા

આ પણ વાંચો:HCએ GIDC પ્લોટ ટ્રાન્સફર પર GSTની કાર્યવાહી પર આપ્યો સ્ટે

આ પણ વાંચો:પાલનપુરમાં બ્રિજનો સ્લેબ ધરાશાયી મામલે 11 લોકો સામે ફરિયાદ

આ પણ વાંચો:2025 થી પીએચડી પ્રોગ્રામમાં ક્વોટા શક્ય: IIM- અમદાવાદ