જુનાગઢ/  શહેરની મધ્યમાં સિંહના આંટાફેરા, હોટલની દીવાલ કૂદી અંદર ઘુસી આવ્યો

 શહેરની મધ્યમાં સિંહના આંટાફેરા, હોટલની દીવાલ કૂદી અંદર ઘુસી આવ્યો

Gujarat Others
  • શહેરની સરોવર પોટ્રિકો હોટલમાં ઘુસી આવ્યો સિંહ
  • સિંહના આંટાફેરાના સીસીટીવી કેમેરામાં કેદ
  • રહેણાંક વિસ્તારમાં સિંહ ઘુસી આવતાં લોકોમાં ભય

વન્ય જીવોના માણસ પર હુમલા એ કોઈ નવી વાત નથી રહી. આજે રોજ કયાંક ને ક્યાંક સિંહ અથવા દીપડાના હુમલાના સમાચાર સાંભળવા મળે છે. માણસ પોતાની હદનું વિસ્તરણ કરતો જાય છે અને જંગલ વિસ્તારનો નાશ કરતો જાય છે. બિચારા અબોલવન્ય જીવ જાય તો ક્યાં જાય..?

દીપ[દાન હુમલા બાદ સિંહની પણ શહેરી વિસ્તારમાં લટારો વધી છે. જૂનાગઢની પ્રખ્યાત સરોવર પોટ્રિકો હોટલમાં સિંહ ઘૂસી આવ્યો હતો. હોટેલની દીવાલ કુદીને સિંહ અંદર ઘુસી ગયો હતો.  જૂનાગઢ શહેરના રાજકોટ તરફના મેઇન રોડ પર આ ઘટના ઘટી હતી. જો કે સિંહ હોટલમાંથી તરત જ પરત નીકળી ગયો હતો.

આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થી હતી. રહેણાંક વિસ્તારમાં વન્ય જીવ ના પ્રવેશથી સ્થાનીકોમાં ચિંતા અને ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ ઘટના ગત 8 તારીખ સવારના પાંચ વાગે બની હતી. માત્ર 40 સેકન્ડમાં સિંહ પરત નીકળી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે હાલ માં જ થોડા દિવસ અગાઉ અમદાવાદ શહેરમાં પણ હાઈવે  ઉપર એક દીપડાનું રોડ અકસ્માતમાં મોત થયું હતું.  તો વસ્ત્રાલ જેવા વિસ્તરમાં પણ ઝરખ હોવાના પુરાવા સામે આવ્યા હતા.

covid19 / છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં 3.70 લાખથી વધુ નવા કેસો, 12 હજારથી વધુ લોકોનાં મોત

major decision / INS વિરાટને તોડવા પર સુપ્રીમ કોર્ટે મુક્યો પ્રતિબંધ, ખરીદનારને પણ પાઠવી નોટીસ

Education / શહેરની 65 શાળાઓએ નિયમ કરતાં વધુ ફી વસૂલી, જિલ્લા શિક્ષણાધિકારીની લાલ આંખ, કહ્યું…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…