- સરકારી ગ્રાન્ટ ખાડા માં ફેરવાઈ
- રોડ રસ્તા માટે 31 લાખ વપરાયાનો મહાનગર પાલિકાનો દાવો
- હજુ પણ ફળવાસે 6.50 કરોડ
- રોડ રસ્તાના સમારકામ અને પેચવર્ક માટે ફાળવણી
- લોકો નાજ પૈસા લોકોને માંગવા માટે કરવું પડે છે આંદોલન
- હક માટે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી
આમ તો, ગામે ગામની આજે આજ સમસ્યા છે અને તમામ લોકોનાં મનમાં એક જ પ્રશ્ન છે. ત્યારે જૂનાગઢનાં લોકોની પણ આજ વ્યથા છે. જૂનાગઢનાં અનેક વિસ્તારોમાં જ્યાં જોવો ત્યાં ખાડામાં રોડ હોય તેવી સ્થિતિ છે. અને પાણી ભરેલા હોવાનાં કારણે પાણી જન્યરોગોએ માજા મુકી છે. ઘરે ઘરે માંદગીનાં ખાટલા ખબખબી રહ્યા છે. અને લોકો પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે.
જૂનાગઢનાં મધુરમ પાસે આવેલ અશોકનાગર-2 માં લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે. ચોમાસાનાં કારણે રોડ રસ્તા પર પાણી ભરાય જાય છે, જેને લઇને માખી – મચ્છર થાય છે અને બાળકો માંદા પડે છે. બીમારી નું ઘર બની ગયો છે આ વિસ્તાર, રોડ રસ્તા પર મોટા મોટા ખાડા પડી જવાથી વારં વાર લોકો વાહનો પરથી પડે આખળે છે. આ મામલે તંત્રને વારં વાર રજૂવાત કરવા છતાં કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી. અને લોકો હાલ ગાંધી ચિંધ્યા માર્ગે પર ઉતારવા માટે મજબૂર બની ગયા છે.

વડલા ફાટક પાસે આવેલ વિસ્તારમાં જે મહાનગર પાલિકા દ્વારા પાયાની સુવિધાઓ આપવી જોઈએ તે, ન મળતી હોવાને કારણે ત્યાંના સ્થાનિકો ને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ જ્યારે ફાળવવામાં આવે છે. તો એ ગ્રાન્ટ ખરેખર ક્યાં વાપરવામાં આવે છે તે જ સમજાતું નથી.
જૂનીગઢનાં લોકોનું કહેવું છે કે, લોકો પાસેથી હાઉસ ટેક્ષતો ઉઘરાવવામાં આવે છે, પરંતુ મેટેનેન્સનાં નામે મહાનગર પાલિકા દ્વારા કોઈ સુવિધા લોકોને નથી મળતી. રહેણાક વિસ્તારમાં રસ્તા પર ખાડા હોવાથી હાલત લોકો પડી જાય છે. અને હાથ પગ ભાંગી જાય છે. સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ યોજાઈ ત્યારે રોડ રસ્તા માટે સરકાર દ્વારા મહાનગર પાલિકાને 6.50 કરોડ જેટલી રકમ ફાળવાઈ હતી. તો આ ગ્રાન્ટનું શું થયું ? તેવો લોકોનો પ્રશ્ન છે.

હાલ થોડા દિવસ પહેલા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું પરંતુ પોલીસ દ્વારા આ આંદોલન વિખી નાખવામાં આવ્યું હતું. પરંતુ જો હજુ 10 દિવસ ની અંદર આ પ્રશ્નો નો ઉકેલ નહીં લાવવા માં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે પર ઉતારવા લોકો એ પૂરી તૈયારી બતાવી છે
રસ્તાઓ પર ખાડા હોવાના કારણે લોકો ને પોતાના બાળકોને સ્કૂલ લેવા મૂકવા જવામાં મુશ્કેલી વેઠવી પડે છે. ચોમાસા દરમ્યાન ઘરના વાહનો ખાડાના કારણે ચાલતા નથી અને વધારે પૈસા આપવા છતાં રિક્ષાઓ પણ ઘર સુધી મુકવા આવવાની ના પડે છે. રસ્તા પર એટલી હદે કાદવ કીચડ અને પાણી ભરાયેલા હોય છે કે, બાળકો માંદા પડે છે. લોકો માંદા પડે છે, છતાં દવાખાને લય જવા માટે પણ વાહનો મળતા નથી. કોઈ વાહન અંદર આવી શકે તેવી પરિસ્થિતિ નથી. અનેક વર સરકારી ઓફિસનાં ધક્કા ખાવા છતાં ન તો કોઈ અધિકારી ન તો કોઈ કોર્પોરેટર સ્થળની મુલાકાતે આવે છે. સરકારની બધી ગ્રાન્ટ રસ્તા માં નહિ. પરંતુ ખાડામાં ગઇ હોય તેવું લાગી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
