VADODRA NEWS/ વડોદરાના કરજણમાં 10 હજારની લાંચ લેતા MGVCLનો જુનીયર એન્જીનીયર ઝડપાયો

નવું વીજ કનેક્શન આપવા સંદર્ભે લાંચ માંગી હતી

Vadodara Top Stories Gujarat

Vadodra News : ખેતીલાયક જમીનમાં નવું વીજ કનેક્શન મેળવવા માટે વડોદરાના કરજણમાંરહેતા એક વ્યક્તિ પાસેછથી 10 હજાર રૂપિયાની લાંચ લેતા MGVCLસબ ડિવીઝનવના જુનીયર એન્જીનીયરની એસીબીએ ધરપકડ કરી હતી. આ બનાવની વિગત મુજબ આ કેસના ફરિયાદીએ પોતાની વડોદરાના કરજણ ખાતે ખેતીલાયક જમીનમાં નવું વીજ કનેક્શન મેળવવા માટે સબ ડિવીઝનલ કરજણ-2 ખાતે અરજી કરી હતી.

તેમણે ક્વોટેશન મુજબ ફી ભરવા છતા વીજ કનેક્શન મળ્યું ન હતું. આથી ફરિયાદીએ સબ ડિવીઝનલ કરજણ-2 ના જુનીયર એન્જીનીયર જયમીતકુમાર એમ.પટેલનો સંપર્ક સાંધ્યો હતો. પરંતુ જયમીતકુમારે નવુ વીજ કનેક્શન આપી ટ્રાન્સફોર્મર મુકાવી વીજ કનેક્શન ચાલુ કરી આપવા માટે રૂ.10,000 ની લાંચની માંગણી કરી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીમાં ફરિયાદ કરી હતી. જેને આધારે એસીબીના અધિકારીઓએ ભરૂચના પાલેજ રોડ પર ફેમીલી રેસ્ટોરન્ટના ગેટ સામે જાળ બિછાવીને 15 હજારની લાંચ લેતા જયમીતકુમારની રંગેહાથ ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર કચ્છમાં લમ્પી રોગચાળાએ ઉચક્યું માથું, પશુપાલકોમાં ફફડાટ

આ પણ વાંચો: ગુજરાતના મોટાભાગના જિલ્લામાં રીસ્ટોરેશન કામગીરી ,સફાઈ અભિયાન અને આરોગ્યલક્ષી કામગીરીને અપાયું પ્રાધાન્ય

આ પણ વાંચો: કોરોના બાદ સ્વાઇન ફ્લૂનો કહેર, અમદાવાદમાં એક મહિનામાં 10 દર્દીનાં મોત