Hollywood/ જસ્ટિસ લીગનું ટ્રેલર છે જોવા જેવું, તેના સ્ટંટ જોઇને તમે આશ્ચર્યતકિત થઇ જશો

મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘જસ્ટિસ લીગ: સ્નાઇડર કટ’નું ટ્રેલર રિલીઝ થયું છે. રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધમાલ મચી ગઇ છે. ચાહકો ટ્રેલર જોયા પછી હવે ફિલ્મની રજૂઆતની રાહ જોઈ રહ્યા છે. ડીસી કોમિક્સ ફ્રેન્ચાઇઝ જસ્ટિસ લીગનો આગળનો ભાગ ‘જસ્ટિસ લીગ: સ્નાઇડરસ કટ’ નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરની શરૂઆત એવી રીતે થાય […]

Entertainment
justic જસ્ટિસ લીગનું ટ્રેલર છે જોવા જેવું, તેના સ્ટંટ જોઇને તમે આશ્ચર્યતકિત થઇ જશો

મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘જસ્ટિસ લીગ: સ્નાઇડર કટ’નું ટ્રેલર રિલીઝ થયું છે. રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધમાલ મચી ગઇ છે. ચાહકો ટ્રેલર જોયા પછી હવે ફિલ્મની રજૂઆતની રાહ જોઈ રહ્યા છે.

ડીસી કોમિક્સ ફ્રેન્ચાઇઝ જસ્ટિસ લીગનો આગળનો ભાગ ‘જસ્ટિસ લીગ: સ્નાઇડરસ કટ’ નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરની શરૂઆત એવી રીતે થાય છે કે જેમ આઈસેનબર્ગની નરેશન સાથે આગામી સમયમાં મોટી લડાઇ વિશે ચેતવણી આપે છે. તેમાં ટ્રેલરના અંતમાં સાઇબોર્ગ અને સુપરમેનના નવા લૂકની ઝલક જોવા મળી છે. જેરેડ લેટોએ એક જોકર તરીકે પાછો ફર્યો છે. બાકીના ટ્રેલર બતાવે છે કે જૂની ફિલ્મમાં શું હતું. જોકે આ વખતે ડાર્કસીડનો દેખાવ જોવા મળ્યો છે.

બેટમેન વી સુપરમેનનો એક ભાગ હતો જેમાં બ્રુસ વેને ડાર્કસીડનું સપનું જોયું હતું અને એપોકોલિપ્સની સેનાએ પૃથ્વી પર કબજો કર્યો હતો. આ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ માર્વેલની ‘એવેન્જર્સ’ ફિલ્મ જેવી જ છે જેમાં ડીસી કોમિક્સના તમામ સુપરહીરો એક સાથે જોવા મળે છે.

બેટમેન, સુપરમેન, વન્ડર વુમન, એક્વામેન, ફ્લેશ અને સીબર્ગ તમામ સુપરહિરો એકસાથે આવશે. આ ફિલ્મમાં વર્ષ 2017 ની શરૂઆતમાં, ડિરેક્ટર જોસ વેડન તેમની ફિલ્મ ‘જસ્ટિસ લીગ’ માં ડીસી કોમિક્સના તમામ સુપર હીરોને સાથે લાવવાનું કામ કર્યુ હતુ.

આ ફિલ્મ ચાર કલાકની છે. વાર્નર બ્રધર્સે કથિત તોર પર સ્નાઇડર કટને ખત્મ કરવા માટે 30 મિલિયન ખર્ચ કર્યા છે. હવે ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષે 18 માર્ચે ઓટીટી પ્લેટફોર્મ એચબીઓ મેક્સ પર રિલીઝ થશે.