સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા પ્રોડ્યુસર અને સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુના મોટા ભાઈ રમેશ બાબુ ગરુનું નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા. રમેશ બાબુ સુપરસ્ટાર કૃષ્ણાના મોટા પુત્ર હતા. તેમના મૃત્યુ બાદ ઈન્ડસ્ટ્રીના લોકો શોકમાં છે. પવન કલ્યાણ સહિત અનેક હસ્તીઓએ રમેશ બાબુના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. નોંધનીય છે કે રમેશ બાબુનું મૃત્યુ એવા સમયે થયું છે જ્યારે મહેશ બાબુ કોરોના પોઝિટિવ છે. બે દિવસ પહેલા જ 7 જાન્યુઆરીએ મહેશ બાબુએ ખુદ ટ્વીટ કરીને કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી હતી.
આ પણ વાંચો : ટેલિવિઝનની વધુ એક અભિનેત્રીને થયો કોરોના, સો. મીડિયા પર ચાહકોને કર્યા પ્રોત્સાહિત
રમેશ બાબુ ગરુના મૃત્યુના સમાચારની પુષ્ટિ નિર્દેશક રમેશ વર્માએ પણ કરી છે. રમેશ વર્માએ ટ્વીટ કર્યું કે, ‘આ સાંભળીને ચોંકી ગયો, રમેશ બાબુ ગુરુ નથી રહ્યા. કૃષ્ણ ગુરુ, મહેશ બાબુ ગુરુ અને સમગ્ર પરિવારને સંવેદના. ઓમ શાંતિ.’
તે જ સમયે, ફિલ્મ નિર્માતા બીએ રાજુએ પણ ટ્વિટ કર્યું છે. તેણે ટ્વીટ કરીને લખ્યું, ‘અત્યંત દુઃખ સાથે અમે અમારા પ્રિય રમેશ બાબુ ગરુના નિધનની જાહેરાત કરીએ છીએ. તે હંમેશા આપણા હૃદયમાં જીવંત રહેશે. અમે અમારા તમામ શુભેચ્છકોને વિનંતી કરીએ છીએ કે તેઓ કોરોનાના નિયમોનું પાલન કરે અને સ્મશાન સ્થળ પર ભેગા થવાનું ટાળે.
આ પણ વાંચો :અરિજીત સિંહ અને તેની પત્ની કોરોના સંક્રમિત,સો. મીડિયા પર આપી માહિતી
આપને જણાવી દઈએ કે મહેશ બાબુની જેમ તેમના ભાઈ પણ સાઉથ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો હતા. તેમણે 1974માં ‘અલ્લુરી સીતારામરાજુ’થી સ્ક્રીન ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ પછી, રમેશ બાબુએ ના ઇલે ના સ્વરગમ, અન્ના ચેલેલુ, ચિન્ની કૃષ્ણડુ જેવી હિટ ફિલ્મો સહિત અનેક તમિલ ફિલ્મોમાં કામ કર્યું. રમેશ બાબુએ નાના ભાઈ મહેશ બાબુ સાથે પણ ઘણી ફિલ્મોમાં સ્ક્રીન શેર કરી છે.
આ પણ વાંચો :આ વર્ષે હવે ‘અનુપમા’ નહીં પરંતુ આ ટીવી સીરિયલો મચાવશે ધૂમ
આ પણ વાંચો :જો તમે પણ છો સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મોના રસીયા તો આ મૂવીઝ તમારા માટે જ છે
આ પણ વાંચો :તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર પહોંચ્યો કોરોના, જાણો કોણ આવ્યું પોઝિટિવ