Ahmedabad/ શહેરમાં માનવતા મરી પરવારી, બે દિવસમાં 4 નવજાત બાળકીઓ ત્યજી દેવાઈ

અમદાવાદ શહેરમાં ફરી એક વખત માનવતા મરી પરવારી હોય તેવી સભ્ય સમાજને કલંક લગાડતી ચાર ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ. છેલ્લાં 48 કલાકમાં ત્યજી દીધેલી ચાર બાળકીઓ પોલીસને મળી આવી છે.

Ahmedabad Gujarat
a 175 શહેરમાં માનવતા મરી પરવારી, બે દિવસમાં 4 નવજાત બાળકીઓ ત્યજી દેવાઈ

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

અમદાવાદ શહેરમાં ફરી એક વખત માનવતા મરી પરવારી હોય તેવી સભ્ય સમાજને કલંક લગાડતી ચાર ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ. છેલ્લાં 48 કલાકમાં ત્યજી દીધેલી ચાર બાળકીઓ પોલીસને મળી આવી છે.એક બાદ એક બાળકી મળી આવતા શહેરભરની પોલીસ હરકતમાં આવી છે. શહેરના શાહીબાગ, વેજલપુર, એલિસબ્રિજ વિસ્તારમાંથી આ બાળકીઓ મળી આવી છે. શાહીબાગમાં આંખની હોસ્પિટલ પાસે દુપટ્ટામાં નાળને નાડાછડી બાંધેલી નવજાત બાળકી કચરાપેટી પાસેથી મળી આવી છે. વેજલપુરમાં કાર નીચેથી અને રોડ પરથી એમ બે નવજાત બાળકી મળી આવી છે. એલિસબ્રિજમાં મૃત હાલતમાં કચરાની ગાડીમાંથી ત્યજી દીધેલી હાલતમાં બાળકી મળી છે.જે અંગે પોલીસે ત્યજી દેનાર બાળકીની જનેતા અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો : લોકોની નજર ચુકવી મોબાઈલ ચોરતી ગેંગ ઝડપાઈ, 10 દિવસમાં ચોરી કર્યા 17 મોબાઈલ ફોન

અમદાવાદ પોલીસે અલગ અલગ 3 પોલીસ મથકોમાં 4 ગુના નોંધી આવી ક્રુર માનસિકતા ધરાવતી જનેતા અને બાળકીને મરવા છોડી દેનાર આરોપી વિરુધ્ધ ગુના નોંધી તપાસ હાથ ધરી છે.વેજલપુર પોલીસને તપાસ દરમિયાન એક મહત્વના સીસીટીવી મળ્યા છે. જેમાં બાળકી છોડી જનારી જનેતા કેદ થઈ છે.તો એલિસબ્રિજ પોલીસને ઘરે ઘરેથી કચરો એકઠી કરતી ગાડીમાંથી શિશુ મૃત અવસ્થામાં મળી આવ્યુ છે. એટલે તે ગાડી કયા વિસ્તારમાં ફરી છે તેના રેકોર્ડની તપાસ પોલીસ કરી રહી છે.ઉપરાંત શાહિબાગ વિસ્તારમાંથી મળી આવેલી બાળકીને લઈ પોલીસ હોસ્પિટલનો રેકોર્ડ તપાસી બાળકીની માતા સુધી પહોંચવા તજવિજ કરી રહી છે.

આ પણ વાંચો : covid19 / WHOને વુહાનથી કોવિડ -19 ફેલાવાના સંકેતો મળ્યા, ચીને લોહીના નમૂના આપવાનો કર્યો સ્પષ્ટ ઇન્કાર

આ ઘટનાઓ પરથી સમાજની તુચ્છ માનસિકતા છતી થાય છે. અને હજુય સમાજમાં પુત્ર વછુંક લોકોની કમી નથી તે વાત સાબીત થાય છે. પરંતુ આ તમામ બનાવની વચ્ચે રિક્ષા ડ્રાઈવર સરફુદ્દીન મન્સૂરી નામના વ્યક્તિ એ પોતાની માનવતા બતાવી અને શ્વાન જાબલી કલરના સ્વેટરમાં કઈક લઈને જતુ હતુ.. જેથી  મોઢામાંથી આ સ્વેટર લઈ લીધું જેમાં નવજાત બાળકી જીવિત હાલતમાં હતી. ઘરે જઈને આ બાળકીને સાફ કરીને તેમના પત્નીએ આ બાળકીને દૂધ પીવડાવ્યુ હતુ.. માટે આવા કેટલાક લોકો સમાજમા માનવતા મહેકાવી જાય છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ