Not Set/ માત્ર એક જ વર્ષમાં આ શખ્સે 23 છોકરીઓ સાથે કર્યા લગ્ન, કારણ જાણી ચોંકી જશો આપ

આજ સુધી વિચિત્ર લગ્નો વિશે તમે સાંભળ્યું જ હશે. પરંતુ આજે અમે તમને આવો જ એક કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ, જેના પછી તમે આશ્ચર્યચકિત થઈ જશો. આ મામલામાં ચીની વહીવટીતંત્રની બેદરકારી પણ સામેલ છે. અહીં રહેતા વ્યક્તિએ ચીનની સરકાર દ્વારા ચલાવવામાં આવેલી વિશેષ યોજનાનો લાભ લેવા એક કે બે નહીં પરંતુ 46 વાર લગ્ન […]

Top Stories World
arranged marriage માત્ર એક જ વર્ષમાં આ શખ્સે 23 છોકરીઓ સાથે કર્યા લગ્ન, કારણ જાણી ચોંકી જશો આપ

આજ સુધી વિચિત્ર લગ્નો વિશે તમે સાંભળ્યું જ હશે. પરંતુ આજે અમે તમને આવો જ એક કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ, જેના પછી તમે આશ્ચર્યચકિત થઈ જશો. આ મામલામાં ચીની વહીવટીતંત્રની બેદરકારી પણ સામેલ છે. અહીં રહેતા વ્યક્તિએ ચીનની સરકાર દ્વારા ચલાવવામાં આવેલી વિશેષ યોજનાનો લાભ લેવા એક કે બે નહીં પરંતુ 46 વાર લગ્ન કર્યા. જેમાં 2018 બાદથી અત્યાર સુધી 23 લગ્નો પણ શામેલ છે. આ તમામ લગ્નો મફત મકાનો મેળવવા સરકારની યોજના હેઠળ કરવામાં આવ્યાં હતાં. લગ્નનાં થોડા દિવસો બાદ તે પત્નીઓને છૂટાછેડા આપી દેતો હતો.

પૂર્વ જેઝિયાંગ પ્રાંતમાં વિકાસ પ્રોજેક્ટનાં ભાગ રૂપે, સરકાર તોડી પાડવામાં આવેલા મકાનો માટે વિસ્તારનાં રહેવાસીઓને 40 ચોરસ મીટર મકાનો પ્રદાન કરવાની યોજના લાવી હતી. આ યોજનામાં, આ હોંશિયાર પરિવારે છેતરપિંડી કરી હતી. સરકારી ‘ગ્લોબલ ટાઇમ્સ’એ મંગળવારે જણાવ્યું હતું કે, આ છેતરપિંડીની શરૂઆત ત્યારે થઇ જ્યારે પાન નામનાં વ્યક્તિએ તેની પૂર્વ પત્ની શી સાથે એકવાર ફરી લગ્ન કર્યા હતા. તેઓએ 6 માર્ચે ફરીથી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, કારણ કે શી સ્થાનિક ગામની રહેવાસી હતી અને મફત ઘર માટેનાં કાગળોની જરૂર હતી. છ દિવસ પછી, બંનેએ એક બીજાને છૂટાછેડા આફી દીધા અને શી ને ઘરની મકાનની મંજૂરી મળી ગઇ.

આ પરિવારે દ્વારા વારંવાર આ જ રણનીતિ અપનાવવામાં આવી. થોડા દિવસો પછી, 15 દિવસની અંદર, તેણે પોતાના બે સંબંધીઓ સાથે લગ્ન કરી લીધા અને બાદમાં છૂટાછેડા આપી દીધા, આમ, પિતરાઇ ભાઇઓ, ભાઈ-બહેનોએ કુલ 23 વખત લગ્ન કર્યા અને એકબીજાને છૂટાછેડા આપી દીધા. જ્યારે શંકા થઇ ત્યારે પોલીસે તેમની વિરુદ્ધ તપાસ શરૂ કરી. જો કે બાદમાં આ કરતૂતો પર તેમણે માંફી માગી લીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.