Technology/ માત્ર આટલું બોલશો અને Google પાસે પહોંચી જશે તમારી અંગત જાણકારી

ડેટા પ્રાઇવસી અને સુરક્ષા સંબંધિત એક મીટિંગમાં ગૂગલ તરફથી એક મોટી વાત કહેવામાં આવી છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે, ગૂગલ આસિસ્ટન્ટને કઇક પૂછવામાં આવે છે અથવા વાત કરાવમાં આવે છે

Tech & Auto
11 119 માત્ર આટલું બોલશો અને Google પાસે પહોંચી જશે તમારી અંગત જાણકારી

ડેટા પ્રાઇવસી અને સુરક્ષા સંબંધિત એક મીટિંગમાં ગૂગલ તરફથી એક મોટી વાત કહેવામાં આવી છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે, ગૂગલ આસિસ્ટન્ટને કઇક પૂછવામાં આવે છે અથવા વાત કરાવમાં આવે છે, તે રેકોર્ડિગને ગૂગલનાં કર્મચારી પણ સાંભળી શકે છે.

11 120 માત્ર આટલું બોલશો અને Google પાસે પહોંચી જશે તમારી અંગત જાણકારી

હમ નહી સુધરેગે! / ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લઇને ટ્વિટરની મુશ્કેલીમાં વધારો, દિલ્હી પોલીસે મોકલી નોટિસ

ગૂગલે આ માહિતી ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંગેની સંસદીય સ્થાયી સમિતિને આપી છે. શશી થરૂરની અધ્યક્ષતાવાળી સમિતિએ તેને યુઝર્સની પ્રાઇવસીનો ગંભીર ઉલ્લંઘન માન્યું છે. આ અંગે સમિતિ ટૂંક સમયમાં રિપોર્ટ તૈયાર કરશે અને સરકારને કેટલાક વધુ સૂચનો આપશે. પેનલનાં સૂત્રોએ જણાવ્યું છે કે, ગૂગલે સ્વીકાર્યું છે કે જ્યારે યુઝર્સ ગૂગલ આસિસ્ટન્ટ શરૂ કરે છે અને ‘OK ગૂગલ’ બોલે છે, ત્યારે તેમના કર્મચારીઓ તે અવાજ સાંભળી શકે છે. આપને જણાવી દઈએ કે, 2019 માં ગૂગલ પ્રોડક્ટ મેનેજર (સર્ચ) ડેવિડ મોંસીએ પણ એક બ્લોગમાં સ્વીકાર્યું હતું કે તેની ભાષાના નિષ્ણાતો રેકોર્ડિંગને સાંભળે છે જેથી ગૂગલ સ્પીચ સેવાને વધુ સારી બનાવવામાં આવે. મીટિંગમાં ગૂગલ તરફથી ઝારખંડના ભાજપના સાંસદ નિશીકાંત દુબેની વતી આ સંબંધિત એક સવાલ પૂછવામાં આવ્યો હતો. જે બાદ, ગૂગલની ટીમે સ્વીકાર્યું છે કે, કેટલીકવાર જ્યારે યુઝર્સ વર્ચુઅલ આસિસ્ટન્ટનો ઉપયોગ કરતા નથી તો પણ તેમની વાર્તાલાભને રેકોર્ડ કરવામાં આવે છે.

11 121 માત્ર આટલું બોલશો અને Google પાસે પહોંચી જશે તમારી અંગત જાણકારી

વધુ એક ઝટકો / લ્યો! હવે દૂધમાંય ઉભરો, અમુલે લિટર દીઠ 2 રૂપિયા વધાર્યા, આવતીકાલથી વધારો લાગુ

સૂત્રોનાં જણાવ્યા અનુસાર, ફેસબુક અને ગૂગલનાં પ્રતિનિધિઓને કહેવામાં આવ્યું છે કે તેમની હાલની ડેટા પ્રોટેક્શન અને પ્રાઇવસી નીતિમાં ભૂલો છે અને તેમણે તેમના યુઝર્સનાં ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા માટે કડક ધોરણો નક્કી કરવા પડશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સમિતિનાં અધ્યક્ષ શશી થરૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મહિલા યુઝર્સની પ્રાઇવસી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, તેમને ઘણી મહિલા સાંસદોની ફરિયાદો મળી છે. માહિતી તકનીક પરની આ સંસદીય સમિતિ આગામી અઠવાડિયામાં યુટ્યુબ અને અન્ય સોશિયલ મીડિયા એકમોનાં પ્રતિનિધિઓને સમન કરશે. ફેસબુક અને ગૂગલનાં પ્રતિનિધિઓને બોલાવવામાં આવે તે પહેલાં, ટ્વિટર અધિકારીઓ સમિતિ સમક્ષ પોતાનો મુદ્દો રજૂ કરી હતી. છેલ્લી મીટિંગમાં સમિતિનાં કેટલાંક સભ્યોએ ટ્વિટરને સ્પષ્ટ કહ્યું હતું કે, દેશનો કાયદો સર્વોચ્ચ છે, તેની નીતિઓનો નહી.

Footer 2 માત્ર આટલું બોલશો અને Google પાસે પહોંચી જશે તમારી અંગત જાણકારી