ઝાટકણી/ કેનેડામાં જ જસ્ટિન ટ્રૂડોને લાગ્યો મોટો ઝટકો; વિપક્ષે કહ્યું- હિન્દુઓ પર હુમલા સહન કરીશું નહીં

કેનેડાના વર્તમાન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની ભારતના મુદ્દે તેમના જ દેશના વિપક્ષી નેતાએ કાઢી ઝાટકણી

World
જસ્ટિન કેનેડામાં જ જસ્ટિન ટ્રૂડોને લાગ્યો મોટો ઝટકો; વિપક્ષે કહ્યું- હિન્દુઓ પર હુમલા સહન કરીશું નહીં

કેનેડાના વર્તમાન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાનના પ્રેમના કારણે ભારત સાથેના સંબંધો બગાડ્યા છે અને હવે સ્થિતિ એવી છે કે ગયા અઠવાડિયે ભારતની કડકાઈ બાદ કેનેડાએ 41 રાજદ્વારીઓને ભારતમાંથી હાંકી કાઢવા પડ્યા છે. જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને ભારત સાથે જોડીને બંને દેશોના સંબંધોને બગાડ્યા છે.

પરંતુ, હવે કેનેડાના મુખ્ય વિપક્ષી નેતા પિયરે પોઈલિવરે જસ્ટિન ટ્રુડોને મોટો ઝટકો આપ્યો છે. તેમણે જાહેરાત કરી છે કે જો તેઓ કેનેડાના આગામી વડા પ્રધાન બનશે તો તેઓ ભારત સાથે સંબંધોને નવેસરથી સુધારશે. તે ઉપરાંત તેમણે કહ્યું છે કે, હિન્દૂઓ પર થઇ રહેલા હુમલાઓને પણ તેઓ સહન કરશે નહીં.

પિયરે પોઇલિવરે જસ્ટિસ ટ્રૂડોનો કર્યો સખ્ત વિરોધ 

પિયરે પોઈલીવરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હિંદુઓ અને હિંદુ મંદિરો પર હુમલાને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. તેમનો સ્પષ્ટ સંદર્ભ ખાલિસ્તાનીઓ તરફ હતો, જેઓ કેનેડામાં હિંદુ મંદિરો પર વારંવાર બર્બર હુમલાઓ કરે છે.

કેનેડાની કન્ઝર્વેટિવ પાર્ટીના વડા અને વિરોધ પક્ષના નેતા પિયરે પોઈલિવરે કહ્યું છે કે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો આઠ વર્ષથી સત્તામાં રહ્યા પછી ભારત સાથેના તણાવપૂર્ણ સંબંધોની કિંમત નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે જ્યારે તેઓ કેનેડાના વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળશે ત્યારે તેઓ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો પુનઃસ્થાપિત કરશે.

પોઈલિવરે નમસ્તે રેડિયો ટોરોન્ટો સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, “અમારે ભારત સરકાર સાથે વ્યવસાયિક સંબંધ રાખવાની જરૂર છે. ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે. આપણા મતભેદો અને એકબીજાને જવાબદાર ઠેરવવા બરાબર છે, પરંતુ આપણે અન્ય દેશ સાથે પ્રોફેશનલ સંબંધ રાખવો પડશે. જ્યારે હું આ દેશનો વડાપ્રધાન બનીશ ત્યારે હું તેને પુનઃસ્થાપિત કરીશ.”

જ્યારે કેનેડાના મુખ્ય વિપક્ષી નેતાને નવી દિલ્હીમાંથી 41 કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે તેના માટે જસ્ટિન ટ્રુડોને જવાબદાર ઠેરવ્યા. તેમણે આ ઘટના માટે જસ્ટિન ટ્રુડોને ‘અયોગ્ય અને બિનવ્યાવસાયિક’ ગણાવ્યા હતા.

તેમણે કહ્યું કે કેનેડા હવે ભારત સહિત વિશ્વની લગભગ દરેક મોટી શક્તિ સાથે મોટા વિવાદોમાં છે.

કેનેડામાં હિન્દૂ મંદિરોમાં તોડફોડના રિપોર્ટ અંગે કેનેડાના મુખ્ય વિપક્ષી નેતાએ કહ્યું કે, મારૂં માનવું છે કે જે લોકો હિન્દૂ મંદિરોમાં સંપત્તિને નુકશાન પહોંચાડે છે, અથવા લોકોને નુકશાન પહોંચાડે છે તેમને અન્ય કેસોની જેમ જ અપરાધિક આરોપોનો સામનો કરવો જોઈએ.

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અને ભારત સરકાર વચ્ચે “સંભવિત જોડાણ” હોવાનો દાવો કર્યા પછી ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. જૂન મહિનામાં કેનેડામાં ગુરુદ્વારાની બહાર બે અજાણ્યા હુમલાખોરો દ્વારા નિજ્જરની હત્યા કરવામાં આવી હતી.

આ પણ વાંચો- ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપમાં મેળવી ઐતિહાસિક જીત,નેધરલેન્ડને 309 રનથી હરાવ્યું

આ પણ વાંચો- ઘાનામાં કરોડોનું ટેન્ડર અપાવવાના બહાને 80 લાખની છેતરપિંડી