Political/ કૈલાસ વિજયવર્ગીયાનો વાક બોમ્બ, કહ્યું – કમલનાથ સરકારને પછાડવામાં PM મોદીની હતી મહત્વની ભૂમિકા

દેશમાં અનેક નેતા એવા છે જેનું નામ સંભળાય એટલે લોકોને અંદાજ આવી જાય કે, કઇક સનસન્નાટી વાળા સમાચાર આવ્યા સામે. આવા નેતાઓ દેશના તમામ પક્ષમા જોવામાં આવે છે. કોંગ્રેસ હોય કે ભાજપ તમામ પક્ષોમાં

Top Stories India
mp કૈલાસ વિજયવર્ગીયાનો વાક બોમ્બ, કહ્યું - કમલનાથ સરકારને પછાડવામાં PM મોદીની હતી મહત્વની ભૂમિકા

દેશમાં અનેક નેતા એવા છે જેનું નામ સંભળાય એટલે લોકોને અંદાજ આવી જાય કે, કઇક સનસન્નાટી વાળા સમાચાર આવ્યા સામે. આવા નેતાઓ દેશના તમામ પક્ષમા જોવામાં આવે છે. કોંગ્રેસ હોય કે ભાજપ તમામ પક્ષોમાં આવે બે-ત્રણ વાક યોદ્ધાઓ જરુર હોય છે અને હવે તો tv ડિબેટનો ટાઇમ છે અને ભાજપ હાલમાં હાઇટાઇમ છે માટે આવા નેતાઓની કમી ભાજપમાં પણ નથી. બસ આવા જ એક ફાયર બ્રાન્ડ બયાનો કરવા માટે કંપાયેલા ભાજપનાં નેતા દ્વારા નવો જ સનસન્નાટી મચાવતો બોમ્બ ફોડી દેવામાં આવ્યો છે.

અંદાજ તો આવી જ ગયો હશે તમને કે, વાત થઇ રહી છે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી કૈલાસ વિજયવર્ગીયાની. કૈલાસ વિજયવર્ગીયાને અને વિવાદોને ચોલી-દમણનો સાથ છે. કૈલાશ વિજયવર્ગીયાનું નામ તેમના નિવેદનને કારણે ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે આ વિવાદિત નિવેદને પક્ષની સાથે સાથે PMને પણ ફરીથી મુશ્કેલીમાં મુક્યો છે.

વિજયવર્ગીયાએ કહ્યું કે મધ્યપ્રદેશમાં કમલનાથ સરકારને ઉતારવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વની ભૂમિકા હતી. કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની તેમાં કોઈ ભૂમિકા નહોતી.

હકીકતમાં, મંગળવારે નવા કૃષિ બિલના વિરોધ વચ્ચે ભાજપે ઈન્દોરમાં ખેડૂત સમર્થન પરિષદ યોજી હતી. સંમેલનને સંબોધન કરતાં ભાજપના મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયાએ કહ્યું કે, હું આજે એક એવો ખુલાસો કરી રહ્યો છું, જેની આજ સુધી કોઈને જાણ નહોતી. વિજયવર્ગીયાએ કહ્યું કે, રાજ્યની કમલનાથ સરકારને પછાડવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વની ભૂમિકા હતી. આ મામલામાં કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની તેમાં કોઈ ભૂમિકા નહોતી.

જો કે, જ્યારે આ મામલો વિવાદોની હદ વટાવતો જોવા મળ્યો હતો, ત્યારે વિજયવર્ગીયાની સફાઇ પણ આવી ગઇ હતી. બીલકુલ સંબોધન બાદમાં, જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે વિજયવર્ગીયાએ કહ્યું કે ત્યાંના લોકો જાણે છે કે તે ચોક્ક્સ મજાક હતી. મેં હળવા સ્વરમાં આ કહ્યું હતું.(મતલબ કે I M joking…MaMaMiya…)

તમને જણાવી દઈએ કે આ વર્ષે મધ્યપ્રદેશમાં કમલનાથની સરકાર ફક્ત થોડા સમયના શાસન પછી પડી હતી અને માર્ચ મહિનામાં શિવરાજ સરકારની રચના થઈ હતી. હકીકતમાં, આ વર્ષે માર્ચમાં એક સમયે કોંગ્રેસના દિગ્ગજ અને વિશ્વાસુ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના વફાદાર એવા 22 ધારાસભ્યો(છ મંત્રીઓ સહિત) વિધાનસભા અને કોંગ્રેસ છોડી જતા આ સ્થિતિ નિર્માણ પામી હતી. અને પરિણામે મધ્ય પ્રદેશમાં રાજકીય સંકટ ઉભું થયું હતું અને લગભગ 15 મહિનાની કમલનાથ સરકાર પડી ગઇ હતી કે પાડી દેવામાં આવી હતી….ઓહો…. I M joking…MaMaMiya…

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…