બોલિવૂડ એક્ટ્રેસ કાજલ અગ્રવાલના લગ્નની પહેલી તસ્વીર આવી સામે છે. આ તસ્વીરમાં કાજલ ગૌતમ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. તસ્વીરમાં કાજલ લહેંગા અને હેવી જ્વેલરી પહેરેલી જોવા મળી રહી છે. આ સાથે, તેના માથા પર માંગ ટીકો, હાથમાં કલીરા અને કમરમાં કંદોરો તેના લુકને વધુ સુંદર બનાવી રહ્યો છે. જ્યારે ગૌતમ કીચલૂએ ક્રીમ કલરની શેરવાની પહેરી છે.
આ સિવાય કાજલની ફેર ફરતાની તસ્વીર પણ સામે આવી છે. આ તસ્વીરોમાં, આ બંને સ્ટાર્સ એક બીજાનો હાથ પકડીને જોવા મળી રહ્યા છે અને સાત જન્મો સુધી એકબીજાનો સાથ નિભાવવાનું વચન આપતા જોવા મળી રહ્યા છે.
કાજલ અને ગૌતમનાં લગ્નમાં કેટલાક નજીકનાં મિત્રો અને સગાં-સંબંધીઓ સાથે મુંબઇમાં થયાં હતાં. લગ્ન પહેલાં કાજલે તેની તસ્વીરો પોસ્ટ કરી હતી.
આ પણ વાંચો :કાજલ અગ્રવાલની પાયજામા પાર્ટીની તસ્વીરો સોશિયલ મીડિયા પર થઇ વાયરલ
લગ્ન પહેલા કાજલ અગ્રવાલે મહેંદીની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ ફોટામાં કાજલ પીળા રંગના પોશાકમાં જોવા મળી હતી. તસ્વીરોમાં, કાજલે ફૂલોથી બનેલા ઝવેરાત પહેર્યા છે અને આખા ચહેરા પર હળદર લગાવવામાં આવી છે. આ તસ્વીરોમાં કાજલ ખૂબ જ ખુશ જોવા મળી હતી.
આ પણ વાંચો : સંજય દત્તે કેન્સરને માત આપ્યા બાદ બદલ્યો તેનો લુક,જુઓ
જાણો કોણ છે ગૌતમ કીચલૂ જેની સાથે કાજલ અગ્રવાલે કર્યા લગ્ન
કાજલ અગ્રવાલણા લાઇફ પાર્ટનર ગૌતમ કીચલૂ એક ઇન્ટિરિયર કંપની ધરાવે છે. તેની કંપની ફર્નિચરમાં પણ સોદા કરે છે. ગૌતમ વ્યવસાયિક પરિવારનો છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને તેના ફોટા શેર કરતો રહે છે.