TELLYWOOD NEWS/ આ ફેમસ જોડી આવી રહી છે Bigg Boss 15, મળી કરોડો રૂપિયાની ઓફર, આંકડો જાણીને દંગ રહી જશો

જો સલમાન ખાનના શોમાં મોહસિન અને શિવાંગી આવે છે તો તેનાથી બિગ બોસને ખૂબ ફાયદો થવાનો છે. મોહસિન-શિવાંગીના આવવાથી શોની પોપ્યુલારિટી અને ગ્રાફને ચારચાંદ લાગી જશે.

Entertainment
Untitled 217 આ ફેમસ જોડી આવી રહી છે Bigg Boss 15, મળી કરોડો રૂપિયાની ઓફર, આંકડો જાણીને દંગ રહી જશો

બિગ બોસ 15 ટૂંક સમયમાં શરૂ  થશે. સોશિયલ મીડિયા પર શોનો પ્રોમો રિલીઝ કરી દેવામાં આવ્યો છે. સલમાન ખાનના શોમાં કયા કયા સેલેબ્સ આવશે તે જાણવાની એક્સાઈટમેન્ટ ફેન્સની વચ્ચે વધી ગઈ છે. ખરબ છે કે ટીવીની મોસ્ટ પોપ્યુલર જોડી શિવાંગી જોશી અને મોહસિન ખાનને બિગ બોસ 15 માટે એપ્રોચ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:એક જ દિવસમાં ર૩.૬૮ લાખ લોકોનું થયું વેક્સિનેશન

એક રિપોર્ટ અનુસાર શિવાંગી અને મોહસિન ખાન ટીવીના મોસ્ટ પોપ્યુલર ફેસ છે. તેમની તગડી ફેન ફોલોઈંગ પણ છે. તેમની પોપ્યુલારિટીને જોતા મેકર્સ તેમને શોમાં લાવવા માટે મથી રહ્યા છે. સૂત્રોની માનીએ તો મોહસિન-શિવાંગીને બિગ બોસ 15નો ભાગ બનવા માટે મેકર્સે 4 કરોડ રૂપિયાની ઓફર કરી છે. બન્નેની તરફથી હજુ વાતચીતનો સિલસિલો ચાલી રહ્યો છે. હાલ હજુ કંઈ ફાઈનલ નથી થયું. કારણ કે હાલ મોહસિન અને શિંવાંગીને યે રિશ્તા ક્યા કહેલાતા હૈનું શૂટ કમ્પ્લેટ કરવાનું છે.

આ પણ વાંચો : રામલલ્લાના જલભિષેક માટે તમામ દેશમાંથી પાણી આવવું જોઇએ

શો માટે ફાઈનલ થયા કન્ટેસ્ટન્ટ્સને આવતા અઠવાડિયે છેલ્લી વખત ક્વારનટીનમાં રહેવા માટે મોકલી દેવામાં આવશે. જો સલમાન ખાનના શોમાં મોહસિન અને શિવાંગી આવે છે તો તેનાથી બિગ બોસને ખૂબ ફાયદો થવાનો છે. મોહસિન-શિવાંગીના આવવાથી શોની પોપ્યુલારિટી અને ગ્રાફને ચારચાંદ લાગી જશે.