કોરોના વેક્સિનેશન મહાઅભિયાનમાં ગુજરાતની અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં પ.પ૯ કરોડ વેક્સિન ડોઝ અપાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે મહા અભિયાનને સફળ બનાવનારા આરોગ્ય કર્મીઓને અભિનંદન પાઠવ્યા છે. ગુજરાતમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત એક જ દિવસમાં ર૩.૬૮ લાખ વ્યક્તિઓના રસીકરણની અભૂતપૂર્વ સિદ્ધિ નોંધાઇ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ તા.૧૭મી સપ્ટેમ્બરે એક જ દિવસમાં આ રસીકરણ અભિયાન અન્વયે રાજ્યભરમાં ર૩,૬૮,૦૦૬ લોકોને કોરોના વેક્સિનેશન સુરક્ષા કવચથી આવરી લેવાની ઉત્કૃષ્ટ કાર્યદક્ષતા માટે સૌ આરોગ્યકર્મીઓ, ફ્રન્ટલાઇન વર્કર્સને અભિનંદન પાઠવ્યા છે.
સમગ્ર ગુજરાતમાં કોરોના વેક્સિનેશન અભિયાન વેગવાન બન્યું છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં ૩ કરોડ ૯૬ લાખ ૬૬,૭૧૯ પ્રથમ ડોઝ તેમજ ૧ કરોડ ૬૩ લાખ ૬૮ હજાર પ૯ર બીજો ડોઝ મળી કુલ પ.પ૯ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
ઉલ્લેખ્નીય છે કે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ખાસ રીતે ઉજવવાની તૈયારી કરી હતી. દેશમાં કોવિડ -19 રસીઓની મહત્તમ સંખ્યામાં લાગુ કરીને પાર્ટી અત્યાર સુધીનો સર્વોચ્ચ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ઈશ્વરીય પ્રતિભા / આ પાંચ વર્ષીય બાળક વડીલોને હંફાવે તેવી ત્વરાથી સંસ્કૃત શ્લોકોનું કરે છે ઉચ્ચારણ
WhatsApp / મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ ફીચર લાવ્યું જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, જાણો વિગતો
Technology / સનરૂફવાળી આ સસ્તી કાર છે ટ્રેન્ડમાં, સરળતાથી તમારા બજેટમાં ફિટ થઈ જશે
Technology / વોટ્સએપ બિઝનેસ એપમાં નવું ફીચર આવી રહ્યું છે, તમે શોપ-સર્વિસ વિશે સર્ચ કરી શકશો
