Not Set/ કલિયુગ / જયારે પત્ની જ શકુની બને તો પતિ બિચારો શું કરે..?

ઘોર કલિયુગ આવ્યો છે. પતિ જુગાર ની લતે ચડે તો પત્ની કે ઘરવાળા  તેને સમજાવી પાછો લાવવા પ્રયત્ન કરે છે. પરંતુ જયારે પત્ની જ જુગારની લતે ચઢી ને ઘરની વસ્તુ અને દાગીના સગેવગે કરે તો કોણ સમજાવે..? આવો જ એક કિસ્સો રાજકોટ મુકામે પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના સહકાર મેઇન રોડ પર આવેલ ન્યૂ મેઘાણીનગરના કરિયાણા […]

Gujarat Rajkot
gambling કલિયુગ / જયારે પત્ની જ શકુની બને તો પતિ બિચારો શું કરે..?

ઘોર કલિયુગ આવ્યો છે. પતિ જુગાર ની લતે ચડે તો પત્ની કે ઘરવાળા  તેને સમજાવી પાછો લાવવા પ્રયત્ન કરે છે. પરંતુ જયારે પત્ની જ જુગારની લતે ચઢી ને ઘરની વસ્તુ અને દાગીના સગેવગે કરે તો કોણ સમજાવે..? આવો જ એક કિસ્સો રાજકોટ મુકામે પ્રકાશમાં આવ્યો છે.

રાજકોટના સહકાર મેઇન રોડ પર આવેલ ન્યૂ મેઘાણીનગરના કરિયાણા વેપારી સાથે તેની પત્ની દ્વારા જ છેતરપિંડી નો બનાવ બન્યો. અંકિત ભીમાણીએ પોતાની પત્ની વિરુદ્દ ફરિયાદ ની ઘટના સામે આવી છે.

અંકિત ભીમાણી દ્વારા જણાવામાં આવ્યું કે ત્રણ વર્ષ પૂર્વે અમદાવાદની એકતા તેને સાથે લગ્ન કર્યા હતા. નવરાત્રીના આઠમા નોરતે પત્ની એકતા કોઇને કહ્યા વગર તેના પિયર જતી રહી હતી. નવમા નોરતે હું અને મારા માતા-પિતા ઘરે હતા ત્યારે અલ્કાબેન ઇમરાનભાઇ નામની મહિલા અમારા ઘરે આવી હતી.

તેણે કહ્યું હતું કે, એકતા જુગારમાં રૂ.12 લાખ હારી ગઇ છે, તે રકમની તેમણે ઉઘરાણી કરવા આવી છુ. ત્યારે અંકિત ભીમની અને તેના પરિવારને  મોટો આંચકો લાગ્યો હતો. અને અલકાબેન ને જણાવ્યું હતું કે,  અમે જુગાર અંગે કંઇ જાણતા નથી અને એકતા કહ્યા વગર અમદાવાદ જતી રહી છે,  તેની પાસે જ નાણાંની ઉઘરાણી કરો તેમ કહેતા અલ્કાબેન જતા રહ્યા હતા.

આ ઘટનાનો અંકિત અને તેના પરિવારને મોટો આંચકો લાગ્યો હતો.  કે પોતાના જ ઘરની પુત્રવધુ જુગાર રમી રહી છે..?  આ અંગે અંકિત કે તેના પરિવાર ને કોઈપણ જાણ નાં હતી. પત્ની એકતા જુગાર રમતી હોવાનો ભાંડો ફૂટતા અમને તેના પર શંકા ઉપજી હતી.

આથી અંકિતના માતા રંજનબેને કબાટની તિજોરી ચેક કરતાં તેમાંથી સોનાનો હાર, કાનની બૂટી, સોનાની લક્કી, વિંટી સહિત કુલ રૂ.5.60 લાખની કિંમતના 11 નંગ સોનાના દાગીના ગાયબ હતા. એકતા જ દાગીના ચોરી ગયાનું સ્પષ્ટ થતાં તેને ફોન કરી આ અંગે પૃચ્છા કરતાં એકતાએ કહ્યું હતું કે, જુગારમાં રકમ હારી જતાં દેણું ચૂકવવા ફાઇનાન્સ પેઢીમાં દાગીના ગીરવે મૂકી તેના પર લોન લીધી હતી.

જીમમાં કસરત કરવા જવાનું કહીને ઘરેથી નીકળતી હતી અને બપોરે 1.30 વાગ્યે ઘરે આવતી હતી, તે જુગાર રમતી હોવાની કોઇ જાણ નહોતી, અલ્કા ઘરે આવ્યા બાદ આ અંગેનો ભાંડો ફૂટ્યો હતો, કોની સાથે જુગાર રમતી, કઇ ક્લબમાં જુગાર રમતી, ક્યાં રમતી સહિતની બાબતો અમે જાણતા નથી.

ભક્તિનગર પોલીસે એકતા સામે છેતરપિંડી વિશ્વાસઘાત હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. અલ્કા ઇમરાન નામની મહિલા તેના ઘરે જુગારના રૂ.12 લાખની ઉઘરાણી કરવા ત્રણ મહિના પૂર્વે આવી હતી ત્યારબાદ અઠવાડિયા પહેલા અને બે દિવસ પૂર્વે રાત્રીના બે વખત ચારેક શખ્સોએ બહારથી તેમના મકાન પર પથ્થરમારો કર્યો હતો.

પથ્થરમારો કરનાર ઇસમોએ જુગારની રકમની ઉઘરાણી કરી હતી. પોલીસે આ અંગે અરજી લઇ તપાસ ચાલુ હોવાનું રટણ રટ્યું હતું. જુગાર ક્લબમાં એકતા  લાખો રૂપિયા હારી ગઇ હોવાનું સ્પષ્ટ થયું હોવા છતાં પોલીસે કયા સ્થળે જુગાર ક્લબ ચાલુ હતી, કોણ ચલાવે છે સહિતના મુદ્દે તપાસ કરવાની કોઇ તસ્દી લીધી નથી. જેને લઈને પણ મોટું આશ્ચર્ય સર્જયું છે. મીડિયા સાથે વાત કરતા ACP એચ.એલ. રાઠોડ જણવ્યું બનાવ ની જાણ થતા પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. અને તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.