Entertainment News/ કામ્યા પંજાબીનો ચોંકાવનારો ખુલાસો; પ્રથમ લગ્નમાં સહન કરી હિંસા, મેકઅપથી છુપાવતી હતી નિશાન

ટીવી અભિનેત્રી કામ્યા પંજાબી (Kamya Panjabi) એ પોતાના પ્રથમ લગ્ન દરમિયાન સહન કરેલી ઘરેલુ હિંસા અને મારઝૂડના નિશાન મેકઅપથી છુપાવી શૂટિંગ કરવા અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

Entertainment
Kamya Panjabi's shocking revelation

Entertainment News : મનોરંજન જગતની લોકપ્રિય ટીવી અભિનેત્રી કામ્યા પંજાબી (Kamya Panjabi) પોતાના અંગત જીવનને લઈને કરેલા ચોંકાવનારા ખુલાસા બાદ અચાનક ચર્ચામાં આવી છે. તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં કામ્યાએ પોતાના પ્રથમ લગ્નજીવનના કડવા અનુભવો (Bitter experiences) અને સહન કરેલી ઘરેલુ હિંસા અંગે મનની વાત રજૂ કરી છે. 25 વર્ષની નાની વયે બિઝનેસમેન બંટી નેગી સાથે લગ્નના બંધનમાં બંધાયેલી કામ્યાએ જણાવ્યું કે તેણે ઘણા વર્ષો સુધી ગંભીર માનસિક અને શારીરિક શોષણ (Mental and physical abuse)સહન કરવું પડ્યું હતું.

Kamya Panjabi : એવોર્ડ ફંક્શનમાં નિશાન છુપાવવાનો કડવો અનુભવ

પોતાના દર્દનાક દિવસો (Painful days)ને યાદ કરતા કામ્યાએ ખુલાસો કર્યો કે ઘરે હિંસાનો ભોગ બન્યા બાદ પણ તેને શૂટિંગ અને એવોર્ડ શોમાં જવું પડતું હતું. ચહેરા પર વાગેલા નિશાન છુપાવવા તે મેકઅપનો સહારો લેતી હતી. કોમેડી શોના રિહર્સલ દરમિયાન અને વેનિટી વાનમાં કલાકો સુધી રડ્યા પછી પણ કેમેરા સામે તેને હસવું પડતું હતું. વધુમાં તેણે જણાવ્યું કે તેનો પૂર્વ પતિ તેના પર એક્ટિંગ કરિયર છોડવા માટે સતત દબાણ કરતો હતો અને કલાકો સુધી ફોન કરીને તેનો શંકાસ્પદ સ્વભાવ દર્શાવતો હતો.

દીકરીના ભવિષ્ય માટે લીધો છૂટાછેડાનો નિર્ણય

ઘરમાં સતત થતા ઝઘડા અને હિંસાની અસર પુત્રી પર પડતી જોઈને કામ્યાએ આખરે ઘર છોડવાનો કઠોર નિર્ણય લીધો હતો. આ સંબંધનો અંત લાવ્યા બાદ તેણે લગભગ દોઢ મહિનો કાર અને મિત્રોના ઘરે વિતાવ્યો હતો. વર્ષ 2013 માં છૂટાછેડા વખતે તેણે કોઈ પણ પ્રકારનું ભરણપોષણ (અલિમની) કે પૂર્વ પતિની કંપનીમાં કરેલું રોકાણ પરત લેવાનો ઈનકાર કરી દીધો હતો અને દીકરીનો ઉછેર એકલે હાથે કર્યો હતો. ત્યારબાદ 10 ફેબ્રુઆરી 2020ના રોજ કામ્યાએ દિલ્હીના હેલ્થકેર બિઝનેસમેન શલભ ડાંગ સાથે નવા જીવનની શરૂઆત કરી હતી.


આ પણ વાંચો :કૃતિ સેનન બાદ હવે સેલીના જેટલી બોલ્ડ આઉટફિટને કારણે નેટીઝન્સના નિશાના પર

આ પણ વાંચો :‘Toxic’ ફિલ્મને લઇ સેન્સર બોર્ડ સામે કે. અન્નામલાઈએ ઉઠાવ્યા ગંભીર સવાલો

આ પણ વાંચો :રક્ષાબંધન પહેલાં કક્કર ભાઈ-બહેનો વચ્ચેના જૂના અણબનાવનો અંત