Westbengal/ કંચનજંગા એક્સપ્રેસ અકસ્માતમાં આ મહત્વની બાબતો આવી સામે, જાણો અકસ્માતનું કારણ

પશ્ચિમ બંગાળમાં સોમવારે એક મોટી ટ્રેન દુર્ઘટના થઈ હતી. દાર્જિલિંગના ન્યૂ જલપાઈગુડીમાં કંચનજંગા એક્સપ્રેસનો અકસ્માત થયો. અગરતલાથી સિયાલદહ જઈ રહેલી કંચનજંગા એક્સપ્રેસને માલગાડીએ પાછળથી ટક્કર મારી હતી.

Top Stories India
Beginners guide to 2024 06 18T135837.112 કંચનજંગા એક્સપ્રેસ અકસ્માતમાં આ મહત્વની બાબતો આવી સામે, જાણો અકસ્માતનું કારણ

Westbengal News : પશ્ચિમ બંગાળમાં સોમવારે એક મોટી ટ્રેન દુર્ઘટના થઈ હતી. દાર્જિલિંગના ન્યૂ જલપાઈગુડીમાં કંચનજંગા એક્સપ્રેસનો અકસ્માત થયો. અગરતલાથી સિયાલદહ જઈ રહેલી કંચનજંગા એક્સપ્રેસને માલગાડીએ પાછળથી ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં માલસામાન ટ્રેનના લોકો પાયલટ અને પેસેન્જર ટ્રેનના ગાર્ડ સહિત નવ લોકોના મોત થયા હતા જ્યારે 47 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના માટે માનવીય ભૂલ અને નબળા સિગ્નલને જવાબદાર ગણવામાં આવ્યા હતા. આ ટ્રેન અકસ્માત સંબંધિત મહત્વની બાબતો સામે આવી છે. જે બતાવે છે કે સંભવત આ કારણોને લઈને અકસ્માત સર્જાયો હોઈ શકે.

1) કંચનજંગા એક્સપ્રેસ ત્રિપુરાના અગરતલાથી સિયાલદહ જઈ રહી હતી. રંગપાની સ્ટેશન ક્રોસ કર્યા બાદ સવારે 8.55 વાગ્યે પાછળથી આવતી એક માલગાડીએ ટ્રેનને ટક્કર મારી હતી. ટ્રેનની અંદર ચીસો પડી રહી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા જ્યારે એક કોચ માલસામાન ટ્રેનના એન્જિનની ઉપર લટકી ગયો હતો. આ ઘટનામાં 9 લોકોના મોત થયા હતા જ્યારે 47 લોકો ઘાયલ થયા હતા.

2) આ દુર્ઘટનાની માહિતી મળતાં જ રેલ્વે, NDRF અને SDRFની સાથે સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. પરંતુ અવિરત વરસાદને કારણે બચાવ કાર્યમાં ભારે મુશ્કેલીઓ પડી હતી.

3) બંગાળમાં રાણીપત્ર રેલ્વે સ્ટેશન અને છત્તર હાટ જંક્શન વચ્ચેની ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ સોમવારે સવારે 5.50 વાગ્યાથી બંધ થઈ ગઈ હતી. આ સ્થળે જ માલગાડીએ કંચનજંગા એક્સપ્રેસને ટક્કર મારી હતી.

4) ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમની નિષ્ફળતાને કારણે, રંગપાનીના સ્ટેશન માસ્ટરે કંચનજંગા એક્સપ્રેસને TA-912 નામની લેખિત નોંધ અથવા મેમો જારી કર્યો. આ મેમો સવારે 8.20 વાગ્યે કંચનજંગા એક્સપ્રેસને જારી કરવામાં આવ્યો હતો. આ જ મેમો સવારે 8.35 વાગ્યે ગુડ્સ ટ્રેનને આપવામાં આવ્યો હતો. રંગપાણી સ્ટેશન માસ્ટરે બંને ટ્રેનોને TA-912 નોટ જારી કરી હતી.

5) જો સિગ્નલિંગ સિસ્ટમ કામ ન કરતી હોય તો આ નોંધ લોકો પાઇલટને તમામ લાલ સિગ્નલ પાર કરવાની પરવાનગી આપે છે. જો માલસામાન ટ્રેનને ‘TA 912’ આપવામાં ન આવે તો ડ્રાઈવરે દરેક નિષ્ફળ સિગ્નલ પર એક મિનિટ માટે ટ્રેન રોકવી અને 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધવાનું હતું. આ નોટમાં કહેવામાં આવ્યું છે કે લોકો પાયલોટે ગેટ પર નજર રાખવી પડશે. ફાટક બંધ હોય ત્યારે જ લોકો પાયલોટ ટ્રેનને ખસેડી શકે છે. જો ફાટક ખુલ્લો હશે તો તેણે અગાઉથી ટ્રેન રોકવી પડશે.

5) તેના પ્રારંભિક નિવેદનમાં, રેલવે બોર્ડે આ ટ્રેન દુર્ઘટના માટે માલસામાન ટ્રેનના ડ્રાઇવરને જવાબદાર ગણાવ્યો હતો. રેલવે બોર્ડના અધ્યક્ષ જયા વર્મા સિન્હાએ કહ્યું હતું કે ગુડ્સ ટ્રેનના ડ્રાઈવરે સિગ્નલની અવગણના કરી હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો.

6) લોકો પાયલોટ ઓર્ગેનાઈઝેશને રેલ્વેના નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે કે ડ્રાઈવરે રેલ્વે સિગ્નલનું ઉલ્લંઘન કર્યું હતું. ભારતીય રેલ્વે લોકો રનિંગમેન ઓર્ગેનાઈઝેશન (IRLRO) ના કાર્યકારી પ્રમુખ સંજય પાંધીએ જણાવ્યું હતું કે લોકો પાયલટના મૃત્યુ પછી અને CRS તપાસ બાકી છે, તે પછી લોકો પાયલટને જવાબદાર જાહેર કરવામાં વાંધાજનક છે.

7) આ અકસ્માતમાં નવ લોકોના મોત થયા છે, જેમાંથી ચારની ઓળખ હજુ સુધી થઈ નથી. તમામ ઇજાગ્રસ્તોના નામની યાદી પણ બહાર પાડવામાં આવી છે.

8) રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કંચનજંગા એક્સપ્રેસ દુર્ઘટનાના પીડિતો માટે જાહેર કરેલી રાહત રકમમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાની રાહત રકમ, ગંભીર રીતે ઘાયલોને 2.5 લાખ રૂપિયા અને નાના ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.

9) કાંચનજંગા ટ્રેન દુર્ઘટના પછી, મોટા પાયે ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. અકસ્માત બાદ 19 ટ્રેનોને અસરગ્રસ્ત રૂટ પર ડાયવર્ટ અથવા રદ કરવામાં આવી હતી.

10) અકસ્માત બાદ ટ્રેકને રિપેર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. હવે ટ્રેકને સીધો કરવા માટે સ્લીપર્સ નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. ટ્રેકનું કામ પૂર્ણ થયા બાદ OHE વાયરનું કામ શરૂ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘કોંગ્રેસ રાજકીય પક્ષ નથી પરંતુ પરિવારની કંપની છે’, પ્રિયંકા ગાંધીને વાયનાડ બેઠક આપવા પર ભાજપના પ્રહાર

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે કમર કસી

 આ પણ વાંચો:PM મોદી આજે ખેડૂતોને સન્માન નિધિનો 17મો હપ્તો કરશે જાહેર , કાશી વિશ્વનાથની પૂજા કરશે