Not Set/ FIR દાખલ થયા બાદ મમતા બેનર્જી પર ભડકી કંગના, કહ્યું – તેઓ છે લોહીના..

કોન્ટ્રોવર્સી ક્વીન બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત વધુ એક વિવાદાસ્પદ નિવેદન માટે ચર્ચામાં છે.

Trending Entertainment
A 93 FIR દાખલ થયા બાદ મમતા બેનર્જી પર ભડકી કંગના, કહ્યું - તેઓ છે લોહીના..

કોન્ટ્રોવર્સી ક્વીન બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત વધુ એક વિવાદાસ્પદ નિવેદન માટે ચર્ચામાં છે. તાજેતરમાં જ તેની વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર બાદ કંગનાએ હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને લોહીની તરસી મોન્સટર કહ્યું છે. તેના વાંધાજનક નિવેદનો બદલ ટ્વિટર પર પ્રતિબંધ લગાવેલ કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી વિભાગની એફઆઈઆરની એક નકલ શેર કરતી વખતે આ વાત કહી છે.

M2 1 FIR દાખલ થયા બાદ મમતા બેનર્જી પર ભડકી કંગના, કહ્યું - તેઓ છે લોહીના..

કંગના રનૌતે લખ્યું છે કે, ‘લોહીની તરસી મમતા બેનર્જી પોતાની શક્તિના બળ પર મને ચૂપ કરવા માંગે છે’. કંગનાએ તેના ઇન્સ્ટા સ્ટોરી વિભાગમાં પણ કેન્દ્ર સરકારને ઘેરી લીધી છે. તેણે લખ્યું, ‘કેન્દ્ર સરકાર હિન્દુઓની પ્રચંડ હત્યા અંગે કોઈ કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગઈ છે, લાખો લોકો બંગાળથી ભાગી રહ્યા છે પણ મમતા સરકાર મારી વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે.’

કંગનાએ લખ્યું, ‘કેમ કહેવામાં આવે છે કે આ દેશમાં જમણી પાંખ ઘણી નબળી છે. આનું કોઈ કારણ છે કે નહીં? જણાવી દઈએ કે તાજેતરમાં પશ્ચિમ બંગાળના ઉલ્ટાડાંગામાં કંગના વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ છે. કંગના પર પશ્ચિમ બંગાળમાં રમખાણો ભડકાવવાનો આરોપ મૂકાયો છે. ટીએમસી નેતા ઋજુ દત્તાએ આ એફઆઈઆર નોંધાવી છે, જેની કોપી વાયરલ થઈ છે.

M1 1 FIR દાખલ થયા બાદ મમતા બેનર્જી પર ભડકી કંગના, કહ્યું - તેઓ છે લોહીના..

એફઆઈઆરની નકલ મુજબ, કંગનાએ પશ્ચિમ બંગાળમાં નફરતનો પ્રચાર કરવાનો પ્રયાસ કર્યો છે. ઋજુના કહેવા માણે, કંગનાનાએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની છબી બગાડવાનો પ્રયાસ કર્યો અને તેના પર ગંભીર આક્ષેપો કર્યા. ઋજુએ પોલીસને આપેલી ફરિયાદમાં તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક લિંક આપતા તેણે લખ્યું છે કે કંગનાએ તેના વેરિફાઇડ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી ઘણી અપમાનજનક પોસ્ટ્સ કરી હતી જે તેણે તેના સ્ટોરી સેક્શનમાં બતાવી હતી.

kalmukho str 5 FIR દાખલ થયા બાદ મમતા બેનર્જી પર ભડકી કંગના, કહ્યું - તેઓ છે લોહીના..