બોલિવૂડ અભિનેત્રી કંગના રાનાઉતે એક વિડીયોના માધ્યમથી ખેડૂત આંદોલન, પ્રિયંકા ચોપડા અને દિલજીત દોસાંજ પર નિશાન સાધતા કહ્યુ કે છેલ્લા કેટલાક દિવસોથી તેને દુષ્કર્મ અને મોતની ધમકી મળી છે. તેણે કહ્યું કે ખેડૂત આંદોલન રાજકીય રીતે પ્રેરિત છે. કંગનાએ કહ્યું કે આ દેશમાં મારે રોજ મારી દેશભક્તિ સાબિત કરવી પડે છે પરંતુ પ્રિયંકા ચોપડા અને દિલજીત દોસાંઝ જેવા લોકોની નીયત પર કોઈ સવાલ નથી કરતુ.
ટ્વિટર પર શેર કરેલા આ વીડિયોમાં કંગના કહી રહી છે કે, ‘હું છેલ્લા 10-12 દિવસથી ભાવનાત્મક અને માનસિક ઓનલાઇન લિંચિંગનો સામનો કરું છું. મને દુષ્કર્મ અને મૃત્યુની ધમકી આપવામાં આવી છે, તેથી મારા દેશને કેટલાક પ્રશ્નો પૂછવાનું મારો અધિકાર છે. ખેડૂત આંદોલન અંગે કંગનાએ કહ્યું કે, ‘જ્યારે વડા પ્રધાને કોઈ પણ પ્રકારની આશંકા માટે કોઈ અવકાશ છોડ્યુ નથી, ત્યારે સ્પષ્ટ છે કે આ આખું આંદોલન રાજકીય પ્રેરિત છે અને ક્યાંક આતંકવાદીઓ તેમાં ભાગ લેવાનું શરૂ કરી દીધુ છે. હું પંજાબમાં રહી છું, મેં ત્યાં અભ્યાસ કર્યો છે અને મને ખબર છે કે પંજાબના 99.9 ટકા લોકો ખાલિસ્તાન ઇચ્છતા નથી. તેઓ દેશના ટુકડા નથી ઈચ્છતા.’
https://twitter.com/KanganaTeam/status/1340190483117531136?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1340190483117531136%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.india.com%2Fhindi-news%2Fentertainment-hindi%2Fkangana-ranaut-received-rape-and-death-threats-actress-shares-video-and-says-terrorists-in-kisan-andolan-4278764%2F
કંગનાએ આગળ કહ્યું, ‘મને તમારાથી ફરીયાદ છે કે મારે રોજ મારી લીયત જણાવવો પડે છે. એક દેશભક્તને આટલી સ્પષ્ટતા આપવી પડે છેપરંતુ પરંતુ દિલજીત દોસાંઝ અને પ્રિયંકા ચોપરાને કોઈ તેમના ઇરાદા માટે પૂછતું નથી. આ કેવા પ્રકારની નીતિ છે? જો હું દેશના હિતની વાત કરું તો હું કહું છું કે હું રાજકારણ કરું છું. તેઓને પૂછો કે તેઓ કઈ નીતિ કરી રહ્યા છે.
4 વર્ષનો થયો કરીના કપૂર અને સૈફ અલી ખાનનો દુલારા તૈમૂર અલી
ઉર્વશી રૌતેલાએ શેર કર્યા દેશી લુકમાં ફોટોઝ, તેની કાતિલ નજરના દીવાના થયા ચાહકો
આ નવા અવતારમાં જોવા મળી ભોજપુરી સ્ટાર અને ટીવી એક્ટ્રેસ મોનાલિસા
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
