Not Set/ મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ: પૂર્વમંત્રી કાંતિ ગામીતની ધરપકડ, કલમ 308 હેઠળ ગુનો નોંધાયો

પૂર્વમંત્રી કાંતિ ગામીતની ધરપકડ
કલમ 308 હેઠળ ગુનો નોંધાયો

Top Stories Gujarat
dragan 2 મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ: પૂર્વમંત્રી કાંતિ ગામીતની ધરપકડ, કલમ 308 હેઠળ ગુનો નોંધાયો

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ
પૂર્વમંત્રી કાંતિ ગામીતની ધરપકડ
કલમ 308 હેઠળ ગુનો નોંધાયો
HC ની ટકોર બાદ પોલીસની કાયર્વાહી
પૌત્રીની સગાઈમાં ભીડ ભેગી થવાનો મામલો
ગાઈડલાઈનના ઉલ્લંઘન બદલ કરાઈ ધરપકડ

કોરોના કહેર વચ્ચે જ્યાં ભીડ એકઠી કરે તેવા તમામ કાર્યક્રમો પર પાબંધી છે, ત્યારે પૌત્રીની સગાઇમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિક કરવા અને ભીડ એકઠી કરવાના ગુનામાં આજે ભાજપના નેતા અને પૂર્વ પ્રધાન કાંતિ ગામીતની ધરપકડ કરવામાં આવી છે. હાઇકોર્ટે રાજ્ય સરકાર સામે લાલ આંખ કર્યા બાદ નિયમોનો ભંગ કરનાર ભાજપના નેતા કાંતિ ગામીતની ધરપકડ કરવામાં આવી હતી.

કોવિડ-19 અંગેના નિયમોનો સરેઆમ ભંગ કરવા બદલ આખે પોલીસ દ્વારા કાંતિ ગામીતના પુત્ર અને ગામના સરપંચ જીતુ ગામીત વિરૂદ્ધ ઈપકો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય લોકોનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોરોના મહામારી વચ્ચે 6 હજાર જેટલા લોકોને ભેગા કરવા બદલ હાઈકોર્ટની ફટકાર બાદ કાંતિ ગામિતની ધરપકડ કરવામાં આવી છે. સુરત ગ્રામ એસપી ઉષા રાડાને આ તપાસની જવાબદારી સોંપાઈ છે.

તાપીમાં ભાજપના નેતા કાંતિ ગામીતની પૌત્રીના સગાઈમાં ભીડ એકત્ર કરવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો કરાયો છે. કોર્ટે કહ્યુ કે, 6 હજારની ભીડ સામે તંત્રએ શું પગલાં લીધા. સમારોહમાં આટલી મોટી ભીડ ક્યાંથી આવી. સમારોહનો વીડિયો અમે જોયો છે. તો બીજી તરફ કાંતિ ગામિતની પૌત્રીની સગાઇમાં ઉમટેલી ભીડની ઘટનાના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા છે. ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ સમગ્ર ઘટના મામલે તપાસના આદેશ આપ્યા છે.