Not Set/ કપિલ શર્માએ કર્યું સિદ્ધુનું સમર્થન, ટ્વિટર પર #Boycottkapilsharma show ના લાગ્યા નારા

મુંબઇ એક વાર ફરીથી કપિલ શર્માનો શો બંધ થાય તેવી શક્યતા ઉભી થઈ છે. પુલવામાં હુમલા બાદ શોના યજમાન નવજોત સિદ્ધુએ જે નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ તેના વિરોધમાં #BoycottSiddhu સાથે સિદ્ધુનો ખૂબ વિરોધ થયો હતો. અને સિદ્ધુના બદલે શોમાં અર્ચના પૂરણ સિંહને લેવાની  ચર્ચા ચાલવા લાગી હતી. જોકે હજી સિદ્ધુનો વિવાદ શમ્યો નથી ત્યાં […]

Uncategorized
pil sharma કપિલ શર્માએ કર્યું સિદ્ધુનું સમર્થન, ટ્વિટર પર #Boycottkapilsharma show ના લાગ્યા નારા

મુંબઇ

એક વાર ફરીથી કપિલ શર્માનો શો બંધ થાય તેવી શક્યતા ઉભી થઈ છે. પુલવામાં હુમલા બાદ શોના યજમાન નવજોત સિદ્ધુએ જે નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ તેના વિરોધમાં #BoycottSiddhu સાથે સિદ્ધુનો ખૂબ વિરોધ થયો હતો. અને સિદ્ધુના બદલે શોમાં અર્ચના પૂરણ સિંહને લેવાની  ચર્ચા ચાલવા લાગી હતી. જોકે હજી સિદ્ધુનો વિવાદ શમ્યો નથી ત્યાં તો કપિલ શર્માનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં કપિલ સિદ્ધુનું સમર્થન કરતો જોવા  મળી રહ્યો છે.

જેવો કપિલે સિદ્ધુને સપોર્ટ કર્યો તેવો જ સોશ્યિલ મીડિયામાં કપિલનો વિરોધ થવા લાગ્યો. કપિલના  અને તેના શોના વિરોધમાં  #BoycottKapilSharma  ની ચણભણ થવા વાગી.

આથી પોતાના જ નિવેદનને કારણે કપિલ ફરીથી લોકોની ટીકાનો ભોગ બન્યો છે.  નોંધનીય છે કે કપિલ ચંડીગઢમાં એક ઇવેન્ટમાં પહોંચ્યો હતો. જ્યાં તેને સિદ્ધુ અંગે પૂછતા તેણે જણાવ્યું હતું કે આ બાબતોનો નક્કર ઉકેલ લાવવો જોઈએ.  કોઈને બેન કરવા કે પ્રતિબંધ લગાવવો તે ઉકેલ નથી. કપિલના આ નિવેદન બાદ સોશ્યિલ મિડિયા પર લોકો ગુસ્સામાં છે અને  #BoycottKapilSharma  કપિલનો નારો લગાવી રહ્યા છે.

તો વળી કેટલાકે સોની ટીવીને જ અનસબસ્ક્રાઇબ કરવાની વાત કરી દીધી હતી.