Movie Masala/ કરણ જોહરે નવી ફિલ્મની કરી જાહેરાત, જાણો શું છે નામ અને કોણ છે લીડ રોલમાં

કરણ જોહરે ફિલ્મની જાહેરાત કરતો એક નાનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રાજકુમાર રાવ અને જ્હાનવી કપૂર દેખાતા નથી પરંતુ બેકગ્રાઉન્ડમાં…..

Entertainment
કરણ જોહરે

હોરર કોમેડી ફિલ્મ ‘રૂહી’ બાદ રાજકુમાર રાવ અને જ્હાનવી કપૂર ટૂંક સમયમાં પડદા પર સાથે જોવા મળશે. આ ફિલ્મનું નામ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ છે. કરણ જોહરે આ ફિલ્મની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી.

આ પણ વાંચો: શાહિદ કપૂરની ફિલ્મ જર્સીનું નવું પોસ્ટર આવ્યું સામે, જાણો ક્યારે રિલીઝ થશે ટ્રેલર

કરણ જોહરે ફિલ્મની જાહેરાત કરતો એક નાનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રાજકુમાર રાવ અને જ્હાનવી કપૂર દેખાતા નથી પરંતુ બેકગ્રાઉન્ડમાં બંનેનો અવાજ સંભળાય છે. જેમાં બંને કહી રહ્યા છે- ‘ક્યારેક સપના પૂરા કરવા માટે બે લોકોની જરૂર પડે છે.’

Instagram will load in the frontend.

આ ફિલ્મની જાહેરાત કરતા કરણ જોહરે ઈન્સ્ટાગ્રામ પર કેપ્શન લખ્યું – ‘એક સપનું… બે દિલે જોયું. પ્રસ્તુત છે ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’. દિગ્દર્શક શરણ શર્મા ફરી એકવાર તમારી સામે બે દિલની વાર્તા લાવી રહ્યા છે. રાજકુમાર રાવ અને જ્હાનવી કપૂર મુખ્ય ભૂમિકામાં છે. 7 ઓક્ટોબર 2022ના રોજ તમને સિનેમાઘરોમાં મળીશું.

a 322 1 કરણ જોહરે નવી ફિલ્મની કરી જાહેરાત, જાણો શું છે નામ અને કોણ છે લીડ રોલમાં

આ પણ વાંચો:સુપર સ્ટાર અભિનેતા કમલ હાસન થયા કોરોના પોઝિટિવ, કહ્યું, …

કરણ જોહર સિવાય આ વીડિયો રાજકુમાર રાવ અને જ્હાનવી કપૂરે પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. કરણ જોહરના કેપ્શનને જોઈને કહી શકાય કે આ ફિલ્મની વાર્તા લવસ્ટોરી પર આધારિત હશે.

Instagram will load in the frontend.

જ્હાનવી કપૂર દોસ્તાના 2માં જોવા મળશે. આ સિવાય તેના ઘણા પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. જ્હાનવી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનું પોસ્ટર પણ શેર કર્યું અને કેપ્શન લખ્યું, એક સપનાની પાછળ બે દિલની સફર થવાની છે.

આ પણ વાંચો:શિલ્પા શેટ્ટીએ પોતાની એનિવર્સરી પર શેર કરી લગ્નની સુંદર તસવીરો, પતિનેે યાદ કરવ્યું આ વચન

તે જ સમયે, રાજકુમાર રાવે પોસ્ટ શેર કરતા લખ્યું, કેટલીકવાર તમે એકલા સપનું પૂરું નથી કરી શકતા. જ્હાનવી કપૂર જેવી પાર્ટનર સાથે કામ કરવા માટે ઉત્સાહિત છું. આ ફિલ્મનું નિર્દેશન શરણ શર્માએ કર્યું છે. આ પહેલા પણ રાજકુમાર રાવ સ્પોર્ટ્સ પર્સનની ભૂમિકા ભજવી ચૂક્યા છે.

આ પણ વાંચો:સાવકી મા હેલન સાથે સલમાન ખાને કર્યું હતું આવું વર્તન