National News: કર્ણાટકના કોડાગુ જિલ્લામાં શુક્રવારે સાંજે બોટ પલટી જતાં (Karnataka Boat Accident) સુરતના પ્રવાસી દંપતીનું ડૂબી જવાથી મોત થયું હતું. કુશલનગર નજીક હારંગી જળાશયના (Harangi Reservoir Accident) બેકવોટરમાં જળક્રીડા દરમિયાન આ દુર્ઘટના બની હતી. બોટમાં દંપતી સાથે તેમનાં બે બાળકો પણ સવાર હતાં. સ્થાનિક લોકોએ બંને બાળકોને સુરક્ષિત રીતે બચાવી લીધાં હતાં.
Karnataka Boat Accident: તીવ્ર વળાંક લેતાં બોટનું સંતુલન બગડ્યું
મૃતકોની ઓળખ સુરતના 50 વર્ષીય ધર્મેશ અને તેમની 48 વર્ષીય પત્ની નિમ્મી તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, સાંજે આશરે 6 વાગ્યે એલિફન્ટ કેમ્પ નજીક બોટ તીવ્ર વળાંક લઈ રહી હતી. આ દરમિયાન બોટનું સંતુલન બગડતાં તે પાણીમાં પલટી ગઈ હતી. બોટમાં પરિવારના ચારેય સભ્યો સવાર હતાં.
લાઇફ જેકેટ પહેર્યાં હોવા છતાં દંપતીનું મોત
અકસ્માત સમયે પરિવારના ચારેય સભ્યોએ લાઇફ જેકેટ પહેર્યાં હતાં. જોકે, બોટ પલટી જતાં ધર્મેશ અને નિમ્મી તેની નીચે ફસાઈ ગયાં હતાં. પાણીમાં ડૂબી જવાથી બંનેનાં મોત (Surat Couple Dies) થયાં હતાં. બીજી તરફ, ઘટનાસ્થળે હાજર સ્થાનિક લોકોએ બંને બાળકોને બચાવી લીધાં હતાં.
પોલીસે તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં કુશલનગર ગ્રામ્ય પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે કેસ નોંધીને બોટ કયા સંજોગોમાં પલટી ગઈ અને અકસ્માત પાછળનું કારણ શું હતું તેની તપાસ શરૂ કરી છે. પ્રવાસ દરમિયાન બનેલી આ દુર્ઘટનાથી સુરતમાં રહેતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે.
આ પણ વાંચો: ગોરખપુરના સૂર્યકુંડ તળાવમાં 35 વર્ષીય યુવકનું ડૂબી જવાથી મોત, વીડિયો વાયરલ
આ પણ વાંચો: રાજકોટમાં જન્માષ્ટમીનો મેળો માતમમાં ફેરવાયો: ચેકડેમમાં ડૂબી 4 બાળકોનાં મોત
આ પણ વાંચો: કડીમાં તળાવમાં ડૂબી જતા 3 યુવાનોના મોત
