Not Set/ કર્ણાટકમાં નાટક યથાવત, સ્પીકરે 14 ધારાસભ્યોને અયોગ્ય ગણાવ્યા

કર્ણાટકમાં યેદિયુરપ્પાનાં નેતૃત્વમાં નવી સરકાર સોમવારનાં રોજ વિધાનસભામાં બહુમત  સાબિત કરવાની છે પરંતુ તે પહેલા સ્પીકરે બળવાખોર ધારાસભ્યો પર મોટી કાર્યવાહી કરી છે. આપને જણાવી દઇએ કે, સ્પીકર રમેશ કુમારે 14 ધારાસભ્યોને અયોગ્ય ઘોષિત કરી દીધા છે. અત્યાર સુધી અપક્ષ, જેડીએસ, કોંગ્રેસનાં કુલ મળીને 17 ધારાસભ્યોને અયોગ્ય ઘોષિત કરવામાં આવેલ છે. અયોગ્ય કરાર કરવામાં આવેલ […]

India
spekar કર્ણાટકમાં નાટક યથાવત, સ્પીકરે 14 ધારાસભ્યોને અયોગ્ય ગણાવ્યા

કર્ણાટકમાં યેદિયુરપ્પાનાં નેતૃત્વમાં નવી સરકાર સોમવારનાં રોજ વિધાનસભામાં બહુમત  સાબિત કરવાની છે પરંતુ તે પહેલા સ્પીકરે બળવાખોર ધારાસભ્યો પર મોટી કાર્યવાહી કરી છે. આપને જણાવી દઇએ કે, સ્પીકર રમેશ કુમારે 14 ધારાસભ્યોને અયોગ્ય ઘોષિત કરી દીધા છે. અત્યાર સુધી અપક્ષ, જેડીએસ, કોંગ્રેસનાં કુલ મળીને 17 ધારાસભ્યોને અયોગ્ય ઘોષિત કરવામાં આવેલ છે.

અયોગ્ય કરાર કરવામાં આવેલ ધારાસભ્યોમાં શ્રીમંત પાટિલ, રેશન બેગ, આનંદ સિંહ, એચ વિશ્વનાથ, એસટી સોમશેખર સહિત કુલ 14 ધારાસભ્યો શામિલ છે. આ પહેલા વિધાનસભા અધ્યક્ષ આર રમેશ કુમારે કોંગ્રેસ-જેડીએસનાં ત્રણ બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય ગણાવ્યા છે. મીડિયાની સાથે વાત કરતા સ્પીકર આર રમેશ કુમારે કહ્યુ કે, અમે ક્યા સુધી પહોચી ગયા છીએ? જે રીતે મારા પર એક સ્પીકર હોવાના કારણે દબાવ નાખવામાં આવી રહ્યો છે. આ બધી બાબતોએ મને ભારે હતાશા તરફ ધકેલી દીધો છે. બીએસ યેદિયુરપ્પાએ મને કાલે વિશ્વાસ મત પર નજર રાખવા કહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા બળવાખોર ધારાસભ્યોએ સ્પીકર સમક્ષ રજૂ થવા માટે ચાર અઢવાડિયાનો સમય માંગ્યો હતો. જેના પર રવિવારે નિર્ણય લેતા રમેશ કુમારે તેમને સમય આપવાની મનાઇ કરતા તેમને અયોગ્ય ગણાવ્યા. ઉલ્લેખનીય છે કે, બીએસ યેદિયુરપ્પાને સોમવારનાં રોજ સદનમાં વિશ્વાસ મત મેળવવાનો છે. રવિવારે એક પત્રકાર સમ્મેલનમાં પોતાના નિર્ણયથી અવગત કરાવતા સ્પીકરે કહ્યુ કે, તેમણે કોઇ ચાલાકી કે ડ્રામા નથી કર્યા, પણ નમ્ર રીતે નિર્ણય લીધો છે.

અયોગ્ય ધારાસભ્યોમાં બૈરાઠી બસાવરાજ, મુનીરથના, એસ.ટી. સોમશેખર, રોશન બૈગ, આનંદસિંહ, કે ગોપાલાઇહા, નારાયણ ગૌડા, એમટીબી નાગરાજ, બીસી પાટિલ, એએચ વિશ્વનાથ, પ્રતાપ ગૌડા પાટિલ, ડો સુધાકર, શિવરામ હૈબ્બર અને શ્રીમંત પાટિલ છે. જો કે સ્પીકરે હજુ સુધી બસપાનાં એકમાત્ર ધારાસભ્ય એન મહેશ અંગે કોઈ નિર્ણય લીધો નથી. નોંધપાત્ર વાત એ છે કે બસપા સુપ્રીમો માયાવતીનાં સ્પષ્ટ નિર્દેશન છતાં, એન મહેશે કુમારસ્વામી સરકારની તરફેણમાં મત આપ્યો ન હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.