Not Set/ ત્રિપાંખીયા જંગ વચ્ચે કર્ણાટકમાં મતદાન શરૂ, 5 વાગ્યા સુધીમાં 64 % મતદાન

બેંગ્લુરુ, ભાજપ અને કોંગ્રેસના નેતાઓની શાબ્દિક ટપાટપી બાદ આજે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે.ત્રણ મહિના સુધી ચાલેલા પ્રચાર બાદ ભારે રસાકસી વચ્ચે શનિવારે સવારથી મતદાન શરૂ થયું હતું. કર્ણાટકમાં 222 વિધાનસભા સીટો માટે મતદાન થઇ રહ્યું છે અને રાજ્યના 4.98 કરોડ લોકો આજે મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યના 4.98 કરોડ કરતાં વધુ મતદાર, […]

Top Stories
karnataka elction 2 ત્રિપાંખીયા જંગ વચ્ચે કર્ણાટકમાં મતદાન શરૂ, 5 વાગ્યા સુધીમાં 64 % મતદાન

બેંગ્લુરુ,

ભાજપ અને કોંગ્રેસના નેતાઓની શાબ્દિક ટપાટપી બાદ આજે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે.ત્રણ મહિના સુધી ચાલેલા પ્રચાર બાદ ભારે રસાકસી વચ્ચે શનિવારે સવારથી મતદાન શરૂ થયું હતું. કર્ણાટકમાં 222 વિધાનસભા સીટો માટે મતદાન થઇ રહ્યું છે અને રાજ્યના 4.98 કરોડ લોકો આજે મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યના 4.98 કરોડ કરતાં વધુ મતદાર, 2.52 કરોડ પુરુષ મતદાર, 2.44 કરોડ મહિલા મતદાર, 4452 ટ્રાન્સજેન્ડર મતદાર, 2600 ઉમેદવાર, 55600 મતદાન મથક, 3.5 લાખ સુરક્ષાજવાન તૈનાત કરવામાં આવ્યાં છે.

રાજ્યમાં સવારે 5 વાગ્યા સુધીમાં 64 ટકા જેટલું મતદાન થયું હતું.

મતદાન થતાં પહેલાં આવેલા મોટાભાગના સર્વેક્ષણો અને ઓપિનિયન પોલમાં સત્તારુઢ, કોંગ્રેસ અને ભાજપ સત્તા માટે પ્રબળ દાવેદાર છે, જ્યારે પૂર્વ પીએમ એચડી દેવગૌડાના જનતા દળ સેક્યુલર (જેડીએસ) કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે. ભાજપે મિશન 150 (સીટ)ના અભિયાન શરુ કર્યું છે, પણ પાર્ટી અધ્યક્ષ અમિત શાહે ગુરુવારે કહ્યું કે પાર્ટી 130થી વધુ બેઠકો જીતશે.

ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદિયુરપ્પાએ શિકારીપુરમાં વોટ નાંખ્યો. મતદાન કરવા જતી વખતે કહ્યું આ વખતે લોકોને અમારામાં વિશ્વાસ દેખાડશે. મારું વચન છે કે કર્ણાટકને ગુડ ગવર્નન્સ આપીશ. અમને 150થી વધુ સીટો મળશે. હું 17મી મેના રોજ સરકાર બનાવીશ.

કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર સિદ્ધારમૈયા અને જેડીએસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર એચડી કુમારસ્વામી 2-2 સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસના સિદ્ધારમૈયા બદામી અને ચામુંડેશ્વરી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે,તો ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદિયુરપ્પા શિકારીપુરાથી ચૂંટણી લડી રહ્યા છે. આ પાંચ સીટો વિશે જ ચર્ચા સૌથી વધારે છે.

ટીમ ઇન્ડિયાના જાણીતા પુર્વ  ક્રિકેટર અનિલ કુંબલેએ પણ પોતાનો મત બેંગ્લુરમાં નાંખ્યો હતો.