કર્ણાટકમાં વધુ એક વિવાદના એંધાણ/ કર્ણાટક સરકાર ફરી એકવાર ચર્ચામાં,ધાેરણ આઠના અભ્યાસક્રમમાં વીર સાવરકરનો સમાવેશ

રાજ્યની ભાજપ સરકારે 8મા ધોરણના અભ્યાસક્રમમાં સુધારો કરીને હિન્દુત્વના વિચારક વીર દામોદર સાવરકરના જીવન સાથે સંબંધિત એક નવો અધ્યાય ઉમેર્યો છે.

Top Stories India
16 6 કર્ણાટક સરકાર ફરી એકવાર ચર્ચામાં,ધાેરણ આઠના અભ્યાસક્રમમાં વીર સાવરકરનો સમાવેશ

કર્ણાટક સરકાર ફરી એકવાર ચર્ચામાં છે. રાજ્યની ભાજપ સરકારે 8મા ધોરણના અભ્યાસક્રમમાં સુધારો કરીને હિન્દુત્વના વિચારક વીર દામોદર સાવરકરના જીવન સાથે સંબંધિત એક નવો અધ્યાય ઉમેર્યો છે. આમાં કન્નડ ભાષામાં કરવામાં આવેલો દાવો વિવાદ સર્જી શકે છે. આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે જ્યારે સાવરકર આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહની જેલમાં કેદ હતા ત્યારે તેઓ બુલબુલ (પક્ષી)ની પાંખ પર બેસીને પોતાના દેશની મુલાકાત લેતા હતા.

ઉલ્લેખનીય છે કે અગાઉ આ પ્રકરણ 8મા ધોરણના આ પુસ્તકમાં સામેલ નહોતું. તે તાજેતરમાં નવા સંશોધન પછી ઉમેરવામાં આવ્યું છે. હવે આ પુસ્તકના નવા ચેપ્ટરનો આ ભાગ વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં, સરકારે પુસ્તકમાં નવા રિવિઝનની જવાબદારી રોહિત ચક્રતીર્થની અધ્યક્ષતાવાળી રિવિઝન કમિટીને સોંપી હતી. જો કે હવે આ કમિટીનું વિસર્જન કરવામાં આવ્યું છે.