Not Set/ કર્ણાટક બાદ હવે મહારાષ્ટ્રની રાજનીતિ ગરમાઇ, NCP નાં આ નેતા શિવસેનામાં જોડાયા

મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. તે પહેલા અહી નેતાઓનાં પાર્ટી બદલુ કાર્યક્રમની શરૂઆત થઇ ગઇ છે. આપને જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં NCP ને એક મોટો ઝાટકો લાગ્યો છે. પાર્ટીનાં મોટા નેતા સચિન આહિર ગુરુવારે શિવસેનામાં જોડાઇ ગયા છે. તેઓ પાર્ટી પ્રમુખ ઉદ્વવ ઠાકરેની હાજરીમાં શિવસેનમાં જોડાયા છે. આ દરમિયાન ઉદ્વવ ઠાકરેનાં દિકરા આદિત્ય […]

India
shivsena join ncp neta કર્ણાટક બાદ હવે મહારાષ્ટ્રની રાજનીતિ ગરમાઇ, NCP નાં આ નેતા શિવસેનામાં જોડાયા

મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. તે પહેલા અહી નેતાઓનાં પાર્ટી બદલુ કાર્યક્રમની શરૂઆત થઇ ગઇ છે. આપને જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં NCP ને એક મોટો ઝાટકો લાગ્યો છે. પાર્ટીનાં મોટા નેતા સચિન આહિર ગુરુવારે શિવસેનામાં જોડાઇ ગયા છે. તેઓ પાર્ટી પ્રમુખ ઉદ્વવ ઠાકરેની હાજરીમાં શિવસેનમાં જોડાયા છે. આ દરમિયાન ઉદ્વવ ઠાકરેનાં દિકરા આદિત્ય ઠાકરે પણ હાજર હતા. પાર્ટીમાં જોડાયા બાદ તેમણે કહ્યુ કે, તે NCPને તોડશે નહી, પરંતુ શિવસેનાને ઉચાઇઓ સુધી લઇ જવા પૂરો પ્રયત્ન કરશે.

neta ncp કર્ણાટક બાદ હવે મહારાષ્ટ્રની રાજનીતિ ગરમાઇ, NCP નાં આ નેતા શિવસેનામાં જોડાયા

દરમિયાન શિવેસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ કહ્યુ કે, અમે કોઇ પણ પાર્ટીનાં મોટા નેતાને તોડી અમારી સાથે જોડાવવા નથી માંગતા પરંતુ શિવેસેનાને એક મોટી પાર્ટી તરીકે ઉભી કરવા માટે તે દરેક પ્રયત્નો કરશે. NCPનેતા સચિન આહિર એવા સમયે શિવસેનામાં જોડાયા છે કે જ્યારે રાજ્યમાં થોડા સમય બાદ વિધાનસભાની ચૂંટણી થવાની છે. આપને જણાવી દઇએ કે, સચિન આહિરને NCPનો મોટો ચહેરો માનવામાં આવે છે. તેવામાં તેમના શિવસેનામાં જોડાવવાથી રાજનીતિક ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. સુત્રોની માનીએ તો સચિન આહિરે બુધવારનાં રોજ પોતાના સમર્થકોની સાથે બેઠક કરી આ વિશે નિર્ણય લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.