Not Set/ શ્રીનગર જિલ્લામાંથી હટાવાયો કર્ફ્યુ, J&K માં 16 ઓગસ્ટથી ખુલશે તમામ ધાર્મિક સ્થળ

  શ્રીનગર જિલ્લા વહીવટીતંત્રએ મંગળવારે સાંજે કોવિડ-19 ને કારણે લાદવામાં આવેલા કર્ફ્યુને હટાવવાની ઘોષણા કરી હતી કારણ કે અહીં પરિસ્થિતિ ઠકી થઇ રહી છે, પરંતુ રોગચાળાનાં કેસોમાં વધારો થયો હોય તેવા વિસ્તારોમાં કડક પ્રતિબંધો ચાલુ રહેશે. મંગળવારે ઓર્ડર જારી કરતી વખતે જિલ્લા નાયબ કમિશનર શાહિદ ચૌધરીએ જણાવ્યું હતું કે, વિસ્તારની સ્થિતિનાં આકારણી પછી, વહેલી તકે […]

India
9fe89194f473f2d25b533e12871b89b2 શ્રીનગર જિલ્લામાંથી હટાવાયો કર્ફ્યુ, J&K માં 16 ઓગસ્ટથી ખુલશે તમામ ધાર્મિક સ્થળ
9fe89194f473f2d25b533e12871b89b2 શ્રીનગર જિલ્લામાંથી હટાવાયો કર્ફ્યુ, J&K માં 16 ઓગસ્ટથી ખુલશે તમામ ધાર્મિક સ્થળ 

શ્રીનગર જિલ્લા વહીવટીતંત્રએ મંગળવારે સાંજે કોવિડ-19 ને કારણે લાદવામાં આવેલા કર્ફ્યુને હટાવવાની ઘોષણા કરી હતી કારણ કે અહીં પરિસ્થિતિ ઠકી થઇ રહી છે, પરંતુ રોગચાળાનાં કેસોમાં વધારો થયો હોય તેવા વિસ્તારોમાં કડક પ્રતિબંધો ચાલુ રહેશે.

મંગળવારે ઓર્ડર જારી કરતી વખતે જિલ્લા નાયબ કમિશનર શાહિદ ચૌધરીએ જણાવ્યું હતું કે, વિસ્તારની સ્થિતિનાં આકારણી પછી, વહેલી તકે કર્ફ્યુ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે બુધવારની રાત સુધી ચાલુ રાખવાનો હતો. જોકે આદેશમાં જણાવાયું છે કે, કોવિડ-19 સંબંધિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કલમ 144 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ લાગુ મંજૂરીઓ સમગ્ર જિલ્લામાં ચાલુ રહેશે. દરમિયાન, જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રએ કોવિ ડ-19 ની સ્થિતિનાં આધારે બાંદીપુરા સિવાય કાશ્મીરનાં તમામ જિલ્લાઓને રેડ ઝોન જાહેર કર્યા છે.

વળી, જમ્મુ-કાશ્મીરનાં મુખ્ય સચિવ (માહિતી) રોહિત કંસલે માહિતી આપી છે કે 16 ઓગસ્ટથી જમ્મુ કાશ્મીરમાં તમામ ધાર્મિક સ્થળો ખુલશે. તેમણે કહ્યું, “જમ્મુ-કાશ્મીરમાં 16 ઓગસ્ટ, 2020 થી બધા ધાર્મિક સ્થળો અને પૂજા સ્થાનો ખોલવામાં આવશે. જો કે ધાર્મિક સરઘસ અને મોટા ધાર્મિક કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.