Not Set/ 8 વર્ષની બાળકી 16 કલાક સુધી મૃત પિતાને જગાડતી રહી, સંબંધીનો વિડીયો કોલ આવતા…..

કોરોનાએ ઘણા જીવ લીધા છે. ઘણા પરિવારો બરબાદ થઇ ગયા છે. દરરોજ હ્રદયને હચમચાવી દે તેવી દર્દનાક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક દર્દનાક ઘટના બિહારથી સામે આવી છે જ્યાં એક માસૂમ બાળકીએ તેના પિતાને ગુમાવ્યા છે.

Top Stories India
A 352 8 વર્ષની બાળકી 16 કલાક સુધી મૃત પિતાને જગાડતી રહી, સંબંધીનો વિડીયો કોલ આવતા.....

કોરોનાએ ઘણા જીવ લીધા છે. ઘણા પરિવારો બરબાદ થઇ ગયા છે. દરરોજ હ્રદયને હચમચાવી દે તેવી દર્દનાક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક દર્દનાક ઘટના બિહારથી સામે આવી છે જ્યાં એક માસૂમ બાળકીએ તેના પિતાને ગુમાવ્યા છે.

એક વેબસાઈટના અહેવાલ મુજબ, 8 વર્ષની માસૂમ દિકરી રોજની જેમ તેના પિતાને જગાડતી હતી. તે વારંવાર માથા ઉપર હાથ ફેરવી રહી હતી અને કહેતી હતી કે – ઉઠો પપ્પા, તમે ક્યાં સુધી સૂઈ રહેશો. કોઈક વાર તેણી તેનું પેટ પકડીને ભૂખનું બહાનું બતાવતી, તો કેટલીક વાર તેણે કંઈક બીજું કહીને પાપાને જગાડવાનો પ્રયત્ન કર્યો, પણ તેના પિતા જાગ્યા જ ન હતા. દીકરી એક વખત ભૂખ લાગી તેવું કહેતી તો પપ્પા ઉઠી જતા હતા, પણ આ વખતે તેને જાણ પણ નહતી કે હવે તેના પિતા હવે આ દુનિયામાં નથી રહ્યા.

જ્યારે 8-વર્ષની બાળકીએ ગુરુવારે હોટલ પાટલીપુત્ર અશોક ખાતે કોરોના ટેસ્ટ દરમિયાન રડતા રડતા આ વાત ડોક્ટરોને જણાવી તો તેઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી. માસૂમ કોઈ બહાને તેના પિતાને 16 કલાક સુધી જગાડવાનો પ્રયાસ કરતી રહી, પરંતુ તો મોતને ભેટી ગયા હતા.

આ પણ વાંચો :રાજકોટ સિવિલમાં હવસખોરનું અમાનુષી કૃત્ય, PPE કીટ પહેરી વોર્ડબોયે મહિલા પર કર્યો બળાત્કાર

અહેવાલ મુજબ, હિલસાના રહેવાસી પ્રભાત કુમાર (45 વર્ષ) પટના પૂર્વ રામ કૃષ્ણ નગરના મધુબન કોલોની રોડ નંબર 5 માં ભાડેથી પાંચમા માળે રહેતા હતા. એનટીપીસીના મનોહર કુમારના ઘરે રહેતા હતા. પ્રભાત પટનાના રાજા માર્કેટમાં ગોસ્વામી નામના વ્યક્તિ સાથે હાર્ડવેરની દુકાન ચલાવતો હતો. વિસ્તારના લોકોના જણાવ્યા અનુસાર પ્રભાત કુમારનો તેની પત્ની સાથેનો સંબંધ બરોબર નહોતો. છૂટાછેડા માટે પણ કેસ ચાલતો હતો. પ્રભાતને 8 વર્ષની પુત્રી છે, તેનું નામ રાધા રાણી છે, તે તેની પુત્રી સાથે પટનામાં રહેતો હતો.

પ્રભાત કુમારના મકાનમાલિક મનોહરના જણાવ્યા મુજબ, ઘણા દિવસોથી પ્રભાતની તબિયત ખરાબ હતી. શરદી, ખાંસી અને તાવ હોવા છતાં કોરોના ટેસ્ટ કરાવ્યો નહતો. તે ખાનગી ડોક્ટર પાસેથી દવાઓ લઈ રહ્યો હતો, પરંતુ તેની કોઈ અસર થઈ નહીં. તેનું શરીર ખૂબ જ નબળું પડી ગયું હતું. મકાનમાલિક મનોહરે જણાવ્યું કે તે ડાયાબિટીસનો દર્દી પણ છે.

આ પણ વાંચો :કોરોનાએ લીધો વધુ એકનો ભોગ, ભારતના પૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજીનું કોરોનાથી નિધન

ગુરુવારે, કોરોનાની તપાસ માટે હોટલ પાટલીપુત્ર અશોક પાસે ગયેલી પુત્રી રાધા રાનીનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. જો કે, મોહલ્લા લોકો દાવો કરી રહ્યા છે કે રાધાના પિતાને કોરાનાના બધા લક્ષણો હતા અને આ કારણે તેનું મોત પણ થયું છે.

બિહારમાં કોરોના વાયરસના ચેપને કારણે, છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 89 લોકોનાં મોત નીપજ્યાં, જેના કારણે રાજ્યમાં ગુરુવારે આ રોગને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 2480 થઈ ગઈ છે. આ સાથે હવે રાજ્યમાં સારવાર હેઠળ આવતા દર્દીઓની સંખ્યા 100821 થઈ ગઈ છે.

આ પણ વાંચો :ગુજરાતે 2.50 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો, પરંતુ હાલ રસીકરણ શરુ થઈ શકશે નહિ, આ છે મોટું કારણ

આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, બિહારમાં બુધવારે સાંજે 4 થી સાંજ 4 વાગ્યા દરમિયાન કોરોના વાયરસના ચેપના 13089 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે.

આ પણ વાંચો :પાંચ દસક બાદ બજાજ ઓટોનાં ચેરમેન રાહુલ બજાજે આપ્યું રાજીનામું, જાણો હવે કોણ સંભાળશે કમાન

Untitled 47 8 વર્ષની બાળકી 16 કલાક સુધી મૃત પિતાને જગાડતી રહી, સંબંધીનો વિડીયો કોલ આવતા.....