Not Set/ J&K/ સેના પ્રમુખે POK અને ગિલગિત બાલ્ટિસ્તાનને ગણાવ્યુ ભારતનો હિસ્સો, કહ્યુ- પાકે કર્યુ ગેરકાયદેસર કબ્જે

આર્મી ચીફ જનરલ બિપિન રાવતે પીઓકે અને ગિલગિત બાલ્ટિસ્તાનને જમ્મુ-કાશ્મીરનો ભાગ ગણાવ્યો છે. બિપિન રાવતે કહ્યું છે કે, પાકિસ્તાને ગેરકાયદેસર રીતે તેનો કબજો કર્યો છે. ટૂંક સમયમાં જ તે ફરીથી જમ્મુ-કાશ્મીરમાં જોડાશે. આર્મી ચીફ જનરલ બિપિન રાવતે કહ્યું, ‘જ્યારે આપણે જમ્મુ-કાશ્મીર કહીએ છીએ, ત્યારે સમગ્ર જમ્મુ-કાશ્મીર રાજ્યમાં પીઓકે અને ગિલગિત બાલ્ટિસ્તાનનો સમાવેશ થાય છે. તેથી […]

Top Stories India
Bipin Rawat J&K/ સેના પ્રમુખે POK અને ગિલગિત બાલ્ટિસ્તાનને ગણાવ્યુ ભારતનો હિસ્સો, કહ્યુ- પાકે કર્યુ ગેરકાયદેસર કબ્જે

આર્મી ચીફ જનરલ બિપિન રાવતે પીઓકે અને ગિલગિત બાલ્ટિસ્તાનને જમ્મુ-કાશ્મીરનો ભાગ ગણાવ્યો છે. બિપિન રાવતે કહ્યું છે કે, પાકિસ્તાને ગેરકાયદેસર રીતે તેનો કબજો કર્યો છે. ટૂંક સમયમાં જ તે ફરીથી જમ્મુ-કાશ્મીરમાં જોડાશે. આર્મી ચીફ જનરલ બિપિન રાવતે કહ્યું, ‘જ્યારે આપણે જમ્મુ-કાશ્મીર કહીએ છીએ, ત્યારે સમગ્ર જમ્મુ-કાશ્મીર રાજ્યમાં પીઓકે અને ગિલગિત બાલ્ટિસ્તાનનો સમાવેશ થાય છે. તેથી પીઓકે અને ગિલગિત બાલ્તિસ્તાન એક કબજો કરતો પ્રદેશ બની ગયો છે, તે ક્ષેત્ર, જે આપણા પશ્ચિમી પાડોશી દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરાયો છે.

તેમણે વધુમાં કહ્યું, ‘પાકિસ્તાને જે ક્ષેત્ર પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે તે પાકિસ્તાની સંસ્થા દ્વારા નિયંત્રિત નથી. પરંતુ, ત્યાંના લોકોને આતંકવાદીઓ દ્વારા કાબૂમાં લેવામાં આવ્યા છે. પીઓકે ખરેખર આતંકવાદી નિયંત્રિત દેશ અથવા પાકિસ્તાનનો આતંકવાદી નિયંત્રિત ભાગ છે.

આર્ટિકલ 370 પર બોલતા તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં વિકાસ માટે આર્ટિકલ 370 ને સમાપ્ત કરવાનો સમય યોગ્ય હતો. વાતાવરણ બગાડવાનાં પ્રયાસો થઇ રહ્યા છે. આ જ કારણ છે કે ટ્રક ચાલકો પર હુમલા થઈ રહ્યા છે. સ્કૂલ વહીવટી તંત્રને શાળા ખોલવા સામે ધમકી આપવામાં આવી રહી છે. પરંતુ, અમને ખાતરી છે કે પરિસ્થિતિ સામાન્ય થઈ જશે.

આપને જણાવી દઇએ કે, એક દિવસ અગાઉ, ગુરુવારે, આર્મી ચીફ જનરલ બિપિન રાવતે ચમોલી જિલ્લામાં ચીનની સરહદ પર સ્થિત એડવાન્સ પોસ્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. આ સમય દરમિયાન તેમણે જવાનો સાથે સમય વિતાવ્યો અને સ્થાનિક લોકોને પણ મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.