Not Set/ લોકડાઉનમાં વરઘોડો નિકાળવો પડ્યો ભારે, વરરાજા સહિત 9 લોકોની પોલીસે કરી ધરપકડ

લોકડાઉન દરમિયાન એક પરિવારને બેન્ડ બાજા સાથે વરઘોડો કાઠવો ભારી પડી ગયો હતો. પોલીસે ગુનો નોંધી વરરાજા સહિત ઘણા લોકોની ધરપકડ કરી છે. આ ઘટના માલવાણી પોલીસ સ્ટેશનની છે જ્યાં 12 જુને બેન્ડ બાજા સાથે વરઘોડો નિકળ્યો હતો. મળતી માહિતી મુજબ, પોલીસની પરવાનગી લીધા વિના પરિવારે આ કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ. માલવાણી ગેટ નંબર 8 […]

India
7d24561bf2f1dab3b8eb089e2888d030 લોકડાઉનમાં વરઘોડો નિકાળવો પડ્યો ભારે, વરરાજા સહિત 9 લોકોની પોલીસે કરી ધરપકડ
7d24561bf2f1dab3b8eb089e2888d030 લોકડાઉનમાં વરઘોડો નિકાળવો પડ્યો ભારે, વરરાજા સહિત 9 લોકોની પોલીસે કરી ધરપકડ

લોકડાઉન દરમિયાન એક પરિવારને બેન્ડ બાજા સાથે વરઘોડો કાઠવો ભારી પડી ગયો હતો. પોલીસે ગુનો નોંધી વરરાજા સહિત ઘણા લોકોની ધરપકડ કરી છે. આ ઘટના માલવાણી પોલીસ સ્ટેશનની છે જ્યાં 12 જુને બેન્ડ બાજા સાથે વરઘોડો નિકળ્યો હતો. મળતી માહિતી મુજબ, પોલીસની પરવાનગી લીધા વિના પરિવારે આ કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ. માલવાણી ગેટ નંબર 8 માં નિકળેલા વરઘોડામાં સામેલ કોઇ પણ લોકોએ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કર્યુ નહોતુ અને ન તો કોઈએ તેમના ચહેરા પર માસ્ક લગાવ્યું.

વરઘોડાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે કાર્યવાહી કરી હતી. મળતી માહિતી મુજબ પોલીસે વરરાજા સહિત 9 લોકોની ધરપકડ કરી છે. આ સાથે, વરઘોડામાં જોડાનાર ફોર્ચ્યુનર કાર અને બેન્ડ બાજા પાર્ટી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, લોકો કોરોનાનાં ડરને ભૂલી સામાજિક અંતરનું પાલન કરવાની જગ્યાએ નાચતા જોવા મળે છે.

આપને જણાવી દઇએ કે, આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં કોરોના વાયરસનાં કુલ કેસ 3,20,922 થયા છે, જેમાંથી 1,49,348 સક્રિય કેસ છે અને 1,62,379 ઠીક થઇ ચુક્યા છે. આ સિવાય દેશમાં મૃત્યુની સંખ્યા અત્યાર સુધીમાં વધીને 9,195 થઈ ગઈ છે. વળી મહારાષ્ટ્રમાં કોરોનાનો જબરદસ્ત પ્રકોપ ફેલાયેલો છે. એકલા મહારાષ્ટ્રમાં જ કોરોનાનાં એક લાખથી વધુ કેસ નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.