Not Set/ કર્ણાટક જ્યાં મુખ્યમંત્રી અવારનવાર બદલાય છે

સાડા ત્રણ વર્ષમાં હવે ચોથા મુખ્યમંત્રી આવશે, ત્યાં કોંગ્રેસ બાદ જનતાદળ અને ભાજપને રાજ કરવાનો મોકો મળ્યો છે…

Top Stories India
સાડા ત્રણ વર્ષમાં હવે ચોથા મુખ્યમંત્રી

કર્ણાટક આખરે ૭૮ વર્ષના યેદિયુરપ્પાને કર્ણાટકનું મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું છે. ભાજપને બે માસના ગાળામાં બીજા મુખ્યમંત્રી બદલવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ઉત્તરાખંડમાં ચૂંટણીને આઠ માસની વાર હતી ત્યાં નવા મુખ્યમંત્રીને પદભાર સોંપવો પડ્યો છે. તેવી જ રીતે કર્ણાટકમાં ચૂંટણી આડે પોણા બે વર્ષ કરતાં વધુ સમય બાકી છે ત્યારે ભાજપને મુખ્યમંત્રી બદલવાનો વારો આવ્યો છે. ૨૦૧૮ આસપાસ કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ભાજપે યેદિયુરપ્પાની આગેવાની હેઠળ સરકાર રચી. પણ તેઓ વિશ્વાસનો મત મેળવી ન શકતા જવું પડ્યું.

Karnataka

જનતા દળ (એસ) ના કુમાર સ્વામીએ કોંગ્રેસની ભાગીદારી સાથે સરકાર રચી. છ માસ તો બધુ બરાબર ચાલ્યું પણ આ કહેવાતા મહાગઠબંધનનો સંઘ કાશી પહોંચ્યો નહિ. દોઢ વર્ષમાં કોંગ્રેસ અને જનતાદળ (એસ)ના કેટલાક ધારાસભ્યોના પક્ષપલ્ટાના કારણે સત્તા છોડવાનો વારો આવ્યો. આખરે ભાજપે ફરી યેદિયુરપ્પાને કર્ણાટકની ગાદી પર બેસાડ્યા. હવે તેમના શાસનને બે વર્ષ પૂરા થયા અને તેમણે દિલ્હીની મુલાકાત બાદ મુખ્યમંત્રી પદનું રાજીનામું આપ્યું. આમ સાડા ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં કર્ણાટકને વ્યક્તિ તરીકે ત્રીજા પણ આમ ચોથા મુખ્યમંત્રી મળશે.

Karnataka

આ પણ વાંચો :લોકોની વેદના પર મલમ લગાવવાને બદલે આવી ક્ષુલ્લ્ક બયાનબાજી કરી આપ શું સાબિત કરવા માંગો છો?

આઝાદી બાદ મૈસુર રાજ્યની રચના થઈ અને ૧૯૫૨માં દેશના અન્ય રાજ્યોની સાથે તેની ચૂંટણી પણ થઈ. પ્રથમ મુખ્યમંત્રી કોંગ્રેસના ચેંગા બરૈયા રેડ્ડી બન્યા. ત્યારબાદ ત્યાં કે. હનુમંતૈયા, કેડીપી મંજુપ્પા, એસ. નીંઝલીંગપ્પા, બી.ડી. જતી, એસ.આર.ક્રાંતિ, વીરેન્દ્ર પાટીલ, દેવરાજ ખર્સ, પી. ગંડુરાવ બાદ પ્રથમવાર બીન કોંગ્રેસી એટલે કે જનતાદળની સરકાર ત્યાં રચાઈ અને રામકૃષ્ણ હેગડે મુખ્યમંત્રી બન્યા પછી જનતાદળના એસ.આર. બોમ્બાઈ બાદ ફરી ત્યાં કોંગ્રેસના એસ. બાંગારપ્પા અને વીરપ્પા મોઈલીને મુખ્યમંત્રી પદનો લાભ મળ્યો. ત્યાર બાદ ત્યાં જનતા દળના નેતા દેવગૌડા અને જે.એસ. પટેલ વારાફરતી મુખ્યમંત્રી બન્યા હતાં. કોંગ્રેસના ધરમસિંહ બાદ સળંગ ભાજપનું શાસન હતું. યેદિયુરપ્પા, સદાનંદ ગોડા અને શીવપ્પા શેટીપાય એ બાદ ફરી કોંગ્રેસનું રાજ આવ્યું અને સિધ્ધારામૈયા મુખ્યમંત્રી બન્યા.

કર્ણાટક મુખ્યમંત્રી

૨૦૧૮માં ઉપર જણાવ્યા પ્રમાણે કોઈ પક્ષની સ્પષ્ટ બહુમતી ન આવતા મહાગઠબંધનના નામે જનતાદળ (એસ)ના પી. કુમાર સ્વામી સત્તા પર બેઠા ત્યાર પછી ફરી પક્ષપલ્ટાના હથિયારનો ઉપયોગ કરી ભાજપે સત્તા પાછી મેળવી. આજની તારીખમાં પણ ભાજપ પાસે આ સત્તા યથાવત છે. જાે કે હવે ત્યાં મુખ્યમંત્રી બદલવા પડે તેવો ઘાટ ઘડાયો છે. મુખ્યમંત્રી બદલાશે તે પણ લગભગ નિશ્ચિત છે.

આ પણ વાંચો :કોરોનાનાં દૈનિક કેસમાં ફરી વધારો, શું ત્રીજી લહેરની થઇ રહી છે શરૂઆત?

કર્ણાટકમાં યેદિયુરપ્પા વિરેન્દ્ર પાટીલ અને રામકૃષ્ણ હેગડે બે કે ત્રણ વખત મુખ્યમંત્રી બન્યા છે. કર્ણાટક યેદિયુરપ્પાને એક તબક્કે માત્ર અઢી દિવસમાં મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું હતું. તે વખતે રાજ્યપાલે તો બહુમતી સાબિત કરવા એક માસનો સમય આપ્યો હતો. પણ કોર્ટે બે દિવસમાં બહુમતી સાબિત કરવાનો આદેશ આપ્યો પણ તેઓ ઉપર જણાવી ગયા તે પ્રમાણે વિશ્વાસનો મત સાબિત કરી શક્યા નહિ અને સત્તા છોડવી પડી.

કર્ણાટક મુખ્યમંત્રી

પહેલા મૈસુર અને ૧૯૭૩થી કર્ણાટક તરીકે ઓળખાતા અને દક્ષિણના પ્રવેશદ્વાર તરીકે ગણાતું કર્ણાટક પહેલા જનતાદળ માટે અને પછી ભાજપ માટે દક્ષિણમાં પ્રવેશવાનું મુખ્ય દ્વાર બન્યું હતું. જાે કે જનતાદળ પણ કર્ણાટકથી આગળ ન વધી શક્યો અને ભાજપ માટે પણ આવું થયું છે. આંધ્રમાં અનેક જાેડાણો કરવા છતાં ભાજપ ફાવ્યો નથી. ત્યાં જગનમોહન રેડ્ડીના પ્રાદેશિક પક્ષ વાય.આર.એસ.ની સત્તા છે. તેલંગણામાં આંધ્ર કરતાં ભાજપની સ્થિતિ મજબૂત છે પણ ત્યાં સત્તા તો પ્રાદેશિક પક્ષ ટી.આર.એસ.ની છે. કેરળમાં તો આઝાદી પછીથી કોંગ્રેસ અને ડાબેરીઓ વચ્ચે સત્તાની સમતુલા બદલાતી રહે છે. અત્યારે ત્યાં સતત બીજી વાર ડાબેરી મોરચાનું શાસન છે તો કોંગ્રેસની આગેવાની હેઠળનો યુનાઈટેડ ડેમોક્રેટીક ફ્રન્ટ વિરોધ પક્ષે છે.

કર્ણાટક મુખ્યમંત્રી

આ પણ વાંચો :રાજ કુંદ્રાની કંપની પર વધુ એક કેસ, 4 પ્રોડ્યુસર અને ગેહના વશિષ્ઠ સામે નોંધાઈ FIR

૨૦૧૬માં તો ભાજપને ત્યાં એક બેઠક મળી હતી અને ૨૦૨૧માં તો અનેક પ્રયાસો અને ખ્રિસ્તી અને હિંદુ મતોનું ધ્રુવીકરણ અને શ્રીધરન જેવા ઉચ્ચ અધિકારીને ભાજપનો ચહેરો બનાવવાનો પ્રયાસ કરવા છતાં ત્યાં ભાજપનું ખાતું પણ ખૂલ્યું નથી. તમિલનાડુમાં સતત બે ચૂંટણીમાં અન્ના ડીએમકેની જીત બાદ ૨૦૨૧મં ડીએમકેનું શાસન છે. ત્યાં રાષ્ટ્રીય પક્ષનું શાસન ૧૯૬૭ બાદ ક્યારેય આવ્યું જ નથી. હાલ ત્યાં ભાજપનો એકપણ સભ્ય નથી તો કોંગ્રેસના ડીએમકેની આંગળીએ ચૂંટાયેલા ૧૭ સભ્યો છે. તમિલનાડુમાં સંસદની બધી બેઠકો ડીએમકે કોંગ્રેસ જાેડાણ એટલે કે યુપીએ પાસે જ છે. પોંડીચેરીમાં કોંગ્રેસના બળવાખોર રંગરાજનના પક્ષની સરકાર છે અને ભાજપ તેમાં ભાગીદાર છે. ભાજપના જે ૬ ધારાસભ્યો ત્યાં ચૂંટાયા છે તે તમામ જૂના કોંગ્રેસીઓ જ છે.

કર્ણાટક મુખ્યમંત્રી

આમ દક્ષિણના રાજ્યોમાં કર્ણાટક જ એક એવું છે જ્યાં ભાજપ પોતાનો પગદંડો મજબૂત બનાવી શક્યું છે અને યેદિયુરપ્પાના કારણે જ ભાજપ મજબૂત બન્યું છે. યેદિયુરપ્પાએ ભાજપથી જુદા પડી અલગ ચોકો જમાવ્યો ત્યારે ત્યાં ભાજપની ખરાબ રીતે હાર થઈ હતી. ૨૦૧૪માં યેદિયુરપ્પાના ભાજપમાં પુનરાગમન બાદ ત્યાં ભાજપનું શાસન ફરી આવ્યું છે. લીંગાયત સમાજના પાયાના નેતા યેદિયુરપ્પાના વર્ચસ્વના કારણે આ શક્ય બન્યું છે. યેદિયુરપ્પાને ઉંમર કે તેની સામેના પક્ષમાં વધતા વિરોધના કારણે રાજીનામું આપવું પડ્યું હોય પરંતુ લીંગાયત સમુદાય અને તના ધર્મગુરૂઓ નારાજ છે. જાે કે યેદિયુરપ્પાએ એવી સ્પષ્ટતા કરી છે કે પોતે નારાજ નથી. જાે કે આવી વાત માત્ર દેખાડો પણ હોઈ શકે છે. સાચું ખોટું શું છે તે નજીકના ભવિષ્યમાં ખબર પડી જશે.

કર્ણાટક મુખ્યમંત્રી

આ પણ વાંચો : કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 4 લોકોના મોત, 30 થી લોકો વધુ ગુમ

કર્ણાટક મુખ્યમંત્રીઓ બદલવાનો ક્રમ જળવાયો છે. જાે કે બીજી એક વાત એ પણ નોંધનીય છે કે કર્ણાટકના એક પૂર્વ મુખ્યમંત્રી બીડી જતીને ઉપરાષ્ટ્રપતિ બનવાનો અને અમુક સમય માટે કાર્યકારી રાષ્ટ્રપતિ બનવાનો પણ મોકો મળ્યો છે. જ્યારે બીજા એક પૂર્વ મુખ્યમંત્રી દેવગૌડાને તો એક વર્ષ માટે દેશના વડાપ્રધાન બનવાની પણ તક મળી છે.