Not Set/ કલમ-370 નાબૂદી પછી જાણો કઈ રાજ્ય સરકાર ખરીદશે જમ્મુ-કાશ્મીરમાં સૌ પ્રથમ જમીન

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કર્યા પછી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવતા ખીણમાં ધીમે ધીમે સ્થિતિ સામાન્ય થઈ રહી છે. આ જ ક્રમમાં મહારાષ્ટ્ર સરકારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં જમીન ખરીદવાની જાહેરાત કરી છે. જમ્મુમાં જમીન ખરીદનાર મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય બન્યું છે. મહારાષ્ટ્ર સરકાર તેના ટૂરિઝમ કોર્પોરેશન માટે જમ્મુમાં જમીન ખરીદશે. મહારાષ્ટ્ર ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનના બોર્ડની […]

Top Stories India
aaaaaaaaaaaaamahi 13 કલમ-370 નાબૂદી પછી જાણો કઈ રાજ્ય સરકાર ખરીદશે જમ્મુ-કાશ્મીરમાં સૌ પ્રથમ જમીન

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કર્યા પછી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવતા ખીણમાં ધીમે ધીમે સ્થિતિ સામાન્ય થઈ રહી છે. આ જ ક્રમમાં મહારાષ્ટ્ર સરકારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં જમીન ખરીદવાની જાહેરાત કરી છે. જમ્મુમાં જમીન ખરીદનાર મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય બન્યું છે.

મહારાષ્ટ્ર સરકાર તેના ટૂરિઝમ કોર્પોરેશન માટે જમ્મુમાં જમીન ખરીદશે. મહારાષ્ટ્ર ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનના બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠક ટૂરિઝમ મંત્રીની અધ્યક્ષતામાં મળી હતી.

આ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં કોઈ બહારનો વ્યક્તિ જમીન ખરીદી શકતો ન હતો, કારણ કે ત્યાં કલમ370 લાગુ હતી. પરંતુ, આર્ટિકલ-370 ના હટાવ્યા પછી હવે કોઈ પણ વ્યક્તિ અથવા સરકાર ત્યાં જમીન ખરીદી શકે છે.

મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે. દેવેન્દ્ર ફડણવીસની સરકાર પરત ફરવામાં જોરશોરથી લાગેલી છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, ભાજપના નેતૃત્વમાં એનડીએ આગામી 25 વર્ષ સુધી સત્તામાં રહેશે, કારણ કે લોકો કોંગ્રેસ અને એનસીપીના ‘સત્તાનો ઘમંડ’ સમજી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.