Bollywood/ કાર્તિક અને જ્હાનવી વચ્ચે થઇ તકરાર? બંનેએ એક-બીજાને કર્યા અનફોલો

કાર્તિક આર્યન અને જ્હાનવી કપૂર ‘દોસ્તાના 2’માં જોવા મળશે. લક્ષ્ય લાલવાણી પણ આમાં મહત્વની ભૂમિકા ભજવશે. આ 2008 માં રિલીઝ થયેલી ‘દોસ્તાના’ની સિક્વલ છે, જેમાં પ્રિયંકા ચોપરા, અભિષેક બચ્ચન અને જ્હોન અબ્રાહમ હતા. આ ફિલ્મ હિટ રહી હતી.

Entertainment
a 435 કાર્તિક અને જ્હાનવી વચ્ચે થઇ તકરાર? બંનેએ એક-બીજાને કર્યા અનફોલો

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન અને અભિનેત્રી જ્હાનવી કપૂર હાલ ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. આ સમાચારથી ચાહકો એકદમ આશ્ચર્યચકિત છે. તેઓ ચર્ચા કરી રહ્યા છે કે તેનું કારણ શું છે, જેના કારણે બંને વચ્ચે તકરાર થઈ છે. આપને જણાવી દઈએ કે આ બંને થોડા દિવસો પહેલા ગોવામાં જોવા મળ્યા હતા. જેની તસવીરો વાયરલ થઈ હતી, પરંતુ તે સ્પષ્ટ નથી થઈ શક્યું કે શું તે કોઈ પ્રોજેક્ટના સંબંધમાંમાં ત્યાં ગયા છે કે પછી કોઈ રોમેન્ટિક ટ્રીપ  પર.

કાર્તિક આર્યન અને જ્હાનવી કપૂર ‘દોસ્તાના 2’માં જોવા મળશે. લક્ષ્ય લાલવાણી પણ આમાં મહત્વની ભૂમિકા ભજવશે. આ 2008 માં રિલીઝ થયેલી ‘દોસ્તાના’ની સિક્વલ છે, જેમાં પ્રિયંકા ચોપરા, અભિષેક બચ્ચન અને જ્હોન અબ્રાહમ હતા. આ ફિલ્મ હિટ રહી હતી.

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે કાર્તિક અને જ્હાનવીએ ‘દોસ્તાના 2’ નું શૂટિંગ શરૂ કર્યુ હતું, પરંતુ કોરોના વાયરસની મહામારીને કારણે લોકડાઉન લાગુ થઈ ગયું હતું અને શૂટિંગને વચ્ચેથી અટકાવવું પડ્યું હતું.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

કાર્તિક આર્યન આ ફિલ્મ ઉપરાંત ‘ભૂલ ભુલૈયા 2’ અને ‘ધમાકા’માં જોવા મળશે.

Instagram will load in the frontend.

આ સાથે જ જ્હાનવી કપૂર ‘રૂહી અફ્ઝાના’ અને ‘તખ્ત’માં જોવા મળશે. તેણે તાજેતરમાં જ ‘ગુડ લક જેરી’ ની પણ જાહેરાત કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો