Not Set/ માતા અન્નપૂર્ણાની પ્રતિમાનું સ્વાગત માટે કાશી વિશ્વાનાથને શણગારવામાં આવશે,15 નવેમ્બરે CM યોગી પ્રાણપ્રતિષ્ઠા કરશે

કાશી વિશ્વનાથ ધામમાં કેનેડાથી આવનાર માતા અન્નપૂર્ણાની પ્રતિમા સ્થાપિત કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. માતા અન્નપૂર્ણાના સ્વાગત માટે શ્રી કાશી વિશ્વનાથ ધામને પણ શણગારવામાં આવશે.

Top Stories India
maa માતા અન્નપૂર્ણાની પ્રતિમાનું સ્વાગત માટે કાશી વિશ્વાનાથને શણગારવામાં આવશે,15 નવેમ્બરે CM યોગી પ્રાણપ્રતિષ્ઠા કરશે

કાશી વિશ્વનાથ ધામમાં કેનેડાથી આવનાર માતા અન્નપૂર્ણાની પ્રતિમા સ્થાપિત કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. માતા અન્નપૂર્ણાના સ્વાગત માટે શ્રી કાશી વિશ્વનાથ ધામને પણ શણગારવામાં આવશે. સાથે જ મૂર્તિના માર્ગ પર વિવિધ સ્થળોએ સ્વાગત અને પૂજા પણ કરવામાં આવશે. માતા અન્નપૂર્ણાના સ્વાગત માટે જિલ્લા વહીવટીતંત્ર ઉપરાંત સ્થાનિક લોકો પણ તૈયારીઓ કરી રહ્યા છે.

બનારસમાંથી ચોરાયેલી માતા અન્નપૂર્ણાની પ્રતિમા 14 નવેમ્બરે આવશે. માતા અન્નપૂર્ણાની આ પ્રાચીન પ્રતિમા ઉત્તરપૂર્વમાં બાબા વિશ્વનાથ પાસે બિરાજશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 15 નવેમ્બરે પ્રબોધિની એકાદશીના અવસર પર પ્રતિમાના પ્રાણપ્રતિષ્ઠા કરશે.

કાશી વિદ્વત પરિષદના માર્ગદર્શન હેઠળ કાશી વિશ્વનાથ ધામમાં પ્રાણ પ્રતિષ્ઠાની સમગ્ર વિધિ સંપન્ન થશે. નવી દિલ્હીથી પ્રતિમા 11 નવેમ્બરે એક સુસજ્જ વાહનમાં કાશી જવા રવાના થશે. તે અયોધ્યા સહિત વિવિધ સ્થળો  પરથી 14મીએ રાત્રે કાશી પહોંચશે. કેનેડાથી દેવી અન્નપૂર્ણાની 18મી સદીની પ્રતિમાની 4-દિવસીય મુલાકાતનું પણ આયોજન કરવામાં આવ્યું છે

આ પ્રતિમા કેનેડામાં મેકેન્ઝી આર્ટ ગેલેરી ખાતે યુનિવર્સિટી ઓફ રેજીનાના સંગ્રહનો એક ભાગ હતી. ગયા વર્ષે વર્લ્ડ હેરિટેજ વીકની શરૂઆત દરમિયાન, ભારતીય મૂળના કલાકાર દિવ્યા મેહરાએ પ્રતિમાને જોઈ અને આ મુદ્દો ઉઠાવ્યો.આ પછી કેનેડાએ પૌરાણિક મહત્વની આ પ્રતિમા ભારતને સોંપી દીધી. મેકેન્ઝી આર્ટ ગેલેરી ખાતે યુનિવર્સિટી ઓફ રેજીનાના સંગ્રહમાંથી માતા અન્નપૂર્ણાની પ્રતિમા કેનેડામાં ભારતના હાઈ કમિશનર અજય બિસારિયાને વચગાળાના પ્રમુખ અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર થોમસ ચેઝ દ્વારા અર્પણ કરવામાં આવી હતી.