Not Set/ 9 લાખ લોકોને હાલાકી મુકનાર ફ્લોરેન્સ વાવાઝોડાએ કેવી તબાહી મચાવી,જુઓ PHOTOS

કેરોલિના અમેરિકાના નોર્થ-સાઉથ કોસ્ટ પર ત્રાટકેલાં ફ્લોરેન્સ વાવાઝોડાએ તબાહી મચાવીને 13 લોકોના જાન લઇ લીધાં છે. નોર્થ કેરોલિનામાં વાવાઝોડાને કારણે 10 લોકોના મોત થયા છે અમેરિકાના જાણીતા શહેર કેરોલિના પર વાવાઝોડાની સૌથી વધુ અસર જોવા મળી હતી. નેશનલ હરિકેન સેન્ટરના જણાવ્યા મુજબ નોર્થ અને સાઉથ કેરોલીનામાં ૩૦થી ૪૦ ઇંચ વરસાદ વરસ્યો હતો.  ૭૦થી ૮૦ માઇલની […]

Top Stories
florence 4 9 લાખ લોકોને હાલાકી મુકનાર ફ્લોરેન્સ વાવાઝોડાએ કેવી તબાહી મચાવી,જુઓ PHOTOS

કેરોલિના

અમેરિકાના નોર્થ-સાઉથ કોસ્ટ પર ત્રાટકેલાં ફ્લોરેન્સ વાવાઝોડાએ તબાહી મચાવીને 13 લોકોના જાન લઇ લીધાં છે. નોર્થ કેરોલિનામાં વાવાઝોડાને કારણે 10 લોકોના મોત થયા છે અમેરિકાના જાણીતા શહેર કેરોલિના પર વાવાઝોડાની સૌથી વધુ અસર જોવા મળી હતી. નેશનલ હરિકેન સેન્ટરના જણાવ્યા મુજબ નોર્થ અને સાઉથ કેરોલીનામાં ૩૦થી ૪૦ ઇંચ વરસાદ વરસ્યો હતો.  ૭૦થી ૮૦ માઇલની ઝડપે પવન ફૂંકાયો હતો. નોર્થ કેરોલિનામાં હજારો ઘરોમાં અંધારપટ છવાયો હતો અને ૯,૦૦,૦૦૦થી વધુ લોકો હાલાકીમાં મુકાયાં હતાં. ૨૨,૬૦૦થી વધુ લોકો ૧૫૦ રાહત છાવણીમાં રહ્યાં હતાં.

florence 1 9 લાખ લોકોને હાલાકી મુકનાર ફ્લોરેન્સ વાવાઝોડાએ કેવી તબાહી મચાવી,જુઓ PHOTOS

અમેરિકાની નેવી, કોસ્ટગાર્ડ અને વોલેન્ટિયર્સે હેલિકોપ્ટર, હોડી અને ભારે વાહનોથી પાણીમાં ફસાયેલા સેંકડો લોકોને બહાર કાઢ્યા હતા.

florence 8 9 લાખ લોકોને હાલાકી મુકનાર ફ્લોરેન્સ વાવાઝોડાએ કેવી તબાહી મચાવી,જુઓ PHOTOS

જો કે રવિવારે ફ્લોરેન્સ વાવાઝોડાંની તીવ્રતામાં આંશિક ઘટાડો જોવા મળ્યો પરંતું  ઓથોરિટીએ ચેતવણી આપી હતી કે, વાવાઝોડાંના કારણે વરસાદની આગાહી હજુ યથાવત છે અને તેના કારણે જ્યાં પૂર આવ્યા છે ત્યાં પાણીનું સ્તર વધવાની આશંકા છે.

florence 2 9 લાખ લોકોને હાલાકી મુકનાર ફ્લોરેન્સ વાવાઝોડાએ કેવી તબાહી મચાવી,જુઓ PHOTOS

નોર્થ કેરોલિનાના મેયર મિત્ચ કોલ્વિને શનિવારે જણાવ્યું કે, સ્થળાંતરની ચેતવણી દરમિયાન જેટલાં સ્થાનિકોએ સ્થળાંતર નથી કર્યુ તેઓએ તાત્કાલિક તેઓની આસપાસના રેસ્ક્યૂ અધિકારીઓને જાણ કરી દેવી જોઇએ. મિત્ચે એમ પણ કહ્યું કે, તમારાં જીવનને ગંભીરતાથી લો, આ વાવાઝોડાંની ખરાબ સ્થિતિ હજુ પણ યથાવત રહેશે. તેથી ઉંચાણવાળા વિસ્તારમાં જતા રહો. કારણ કે, એકવાર વૉટર લેવલ વધી ગયું તો રેસ્ક્યૂ ઓપરેશન કરવું અશક્ય છે.

florence 5 9 લાખ લોકોને હાલાકી મુકનાર ફ્લોરેન્સ વાવાઝોડાએ કેવી તબાહી મચાવી,જુઓ PHOTOS

યુએસ કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર, કેરોલિનામાં ઠેરઠેર પૂરના પાણીમાં વધારો થઇ રહ્યો છે. નોર્થ કેરોલિનામાં શનિવારે પૂરમાં ફસાયેલા 50 લોકોને એરલિફ્ટ કરી બચાવવામાં આવ્યા હતા.

વાવાઝોડાની તબાહી તો એવી હતી કે દરિયામાંથી બોટ પણ ખેંચાઇને લોકોના ઘરમાં ઘુસી ગઇ હતી.
florence 6 9 લાખ લોકોને હાલાકી મુકનાર ફ્લોરેન્સ વાવાઝોડાએ કેવી તબાહી મચાવી,જુઓ PHOTOS

florence 3 9 લાખ લોકોને હાલાકી મુકનાર ફ્લોરેન્સ વાવાઝોડાએ કેવી તબાહી મચાવી,જુઓ PHOTOS