Not Set/ કાશ્મીર/ દેવેન્દ્રસિંહ મામલે અધિર રંજને PM મોદી, ભાજપ-RSSને જબરા ફટકા માર્યા

ધરપકડ કરેલા જમ્મુ – કાશ્મીરનાં પોલીસ ઓફિસર દેવેન્દ્રસિંહ મામલે કોંગ્રેસનાં નેતા અને લોકસભામાં વિરોધપક્ષનાં નેતા અધિર આર ચૌધરીએ ભાજપ પર સીધુ નિશાન સાધ્યું છે. અધિર રંજને આ મામલે ટ્વીટ કરતા ભાજપને પુછ્યું છે કે, જો દેવેન્દ્રસિંહ, મૂળભૂત રીતે દેવેન્દ્ર  ખાન હોત, તો રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ(RSS)નાં ટ્રોલ રેજિમેન્ટની પ્રતિક્રિયા કંઇક વધારે પડતી જ બુમરાણ કરનારી […]

Top Stories India
adhir કાશ્મીર/ દેવેન્દ્રસિંહ મામલે અધિર રંજને PM મોદી, ભાજપ-RSSને જબરા ફટકા માર્યા

ધરપકડ કરેલા જમ્મુ – કાશ્મીરનાં પોલીસ ઓફિસર દેવેન્દ્રસિંહ મામલે કોંગ્રેસનાં નેતા અને લોકસભામાં વિરોધપક્ષનાં નેતા અધિર આર ચૌધરીએ ભાજપ પર સીધુ નિશાન સાધ્યું છે. અધિર રંજને આ મામલે ટ્વીટ કરતા ભાજપને પુછ્યું છે કે, જો દેવેન્દ્રસિંહ, મૂળભૂત રીતે દેવેન્દ્ર  ખાન હોત, તો રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ(RSS)નાં ટ્રોલ રેજિમેન્ટની પ્રતિક્રિયા કંઇક વધારે પડતી જ બુમરાણ કરનારી હોત. જે આત્યારે આ મામલે કશું નથી બોલી રહ્યા કે બોલી શકતા. કારણ કે, આરએસએસ-બીજેપી આપણા રાષ્ટ્રની કોમી સંવાદિતાને વિક્ષેપિત કરવા આગળ વધી રહ્યા છે

અધિર રંજન ચૌધરીએ વધુમાં કહ્યું હતું કે, ભાજપના નેતાએઓ સૂચવે છે કે તમારે  યુપીનાં દાખલાને અનુસરવા જોઇએ. કટકાના દાખલાઓ અનુસરવા જોઈએ, જ્યાં પોલીસે ફાયરિંગનો આશરો લીધો હતો અને આંદોલનકારીઓ માર્યા ગયા હતા. હું તેમને પૂછવા માંગુ છું કે આર.એસ.એસ. અને બીજેપી દેવેન્દ્રસિંહ મુદ્દે શાંત રહે છે? તે દેવેન્દ્ર ખાન હોત તો ?

આપને જણાવી દઇએ કે, કોંગ્રેસના નેતાઓએ મોદી સરકાર પર સીધો હુમલો કર્યો છે. એક તરફ જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદીઓ સાથે ધરપકડ કરાયેલા ડીએસપી દેવેન્દ્રસિંહને ધ્યાનમાં લેતા કાર્યવાહી શરૂ કરવાની તૈયારી છે અને બીજી તરફ, તેની ધરપકડ બાદ રાજકારણ પણ તીવ્ર બન્યું છે. કોંગ્રેસના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને અને ટ્વિટર પર પોતાની પોસ્ટ મૂકીને કેન્દ્રની મોદી સરકાર પર સીધો હુમલો કર્યો છે. કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પણ નિશાન સાધ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.