2023 World Cup/ અફઘાનિસ્તાનની સેમી ફાઇનલ રમવાની ઇચ્છાનો અંત,આફ્રિકાએ પાંચ વિકેટથી હરાવ્યું

દક્ષિણ આફ્રિકાએ ડુસેનના અણનમ 76 રનની મદદથી 15 બોલ બાકી રહેતા 47.3 ઓવરમાં 5 વિકેટે 247 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

Top Stories Sports
6 9 અફઘાનિસ્તાનની સેમી ફાઇનલ રમવાની ઇચ્છાનો અંત,આફ્રિકાએ પાંચ વિકેટથી હરાવ્યું

દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 5 વિકેટે હરાવ્યું છે. રાસી ડુસેનની અડધી સદીની ઇનિંગ્સને મેચ જીતી હતી. મેચની વાત કરીએ તો યુવા ઓલરાઉન્ડર અઝમતુલ્લા ઓમરઝાઈની 97 રનની અણનમ ઇનિંગની મદદથી અફઘાનિસ્તાનની ટીમ શુક્રવારે વર્લ્ડ કપ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 244 રન બનાવવામાં સફળ રહી હતી તેના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ ડુસેનના અણનમ 76 રનની મદદથી 15 બોલ બાકી રહેતા 47.3 ઓવરમાં 5 વિકેટે 247 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

ઓમરઝાઈએ ​​ટુર્નામેન્ટમાં તેનું સારું ફોર્મ ચાલુ રાખ્યું હતું, તેણે 107 બોલમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા, જોકે તે તેની પ્રથમ ODI સદી ચૂકી ગયો હતો અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાગિસો રબાડા સામે અંતિમ ઓવરના છેલ્લા ત્રણ બોલમાં કોઈ રન બનાવી શક્યો નહોતો. દક્ષિણ આફ્રિકા માટે સૌથી સફળ બોલર ગેરાલ્ડ કોએત્ઝી રહ્યો તેણે 10 ઓવરમાં એક મેડન આપીને 44 રન આપીને ચાર વિકેટ લીધી હતી

. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે સારી શરૂઆત કરી હતી. ટીમે 41ના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. ગુરબાઝ 22 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો હતો. ઝદરાન માત્ર 15 રન બનાવી શક્યો હતો. કેપ્ટન શાહિદી માત્ર બે રન બનાવી શક્યો હતો. અફઘાનિસ્તાને ચાર રનની અંદર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રહેમત શાહ અને ઓમરઝાઈ વચ્ચે ભાગીદારી થઈ. રહમત 46 બોલમાં માત્ર 26 રન જ બનાવી શક્યો હતો. ઉમરઝાઈએ ​​ટુર્નામેન્ટમાં પોતાનું સારું ફોર્મ ચાલુ રાખતા 107 બોલમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા


 

Read More: આપના MLA ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેનના જામીન નામંજૂર, જેલમાં દિવાળી ઉજવવી પડશે

Read More: જ્યાં સુધી હું ચૂપ બેઠો છું ત્યાં સુધી સારું છે… ગુજરાત ભાજપના ધારાસભ્યે ઈઝરાયેલ સાથે સરખામણી કરીને આપી ધમકી

Read More: મોરબી ઝૂલતા પુલ કેસના આરોપી જયસુખ પટેલ દિવાળી જેલમાં જ વિતાવશે

————————————————————————————————————————————————————–

Follow us on : Facebook | Twitter | WhatsApp | Telegram | Instagram | Koo | YouTube 

Download Mobile App : Android | IOS