Not Set/ મેટરનિટી લીવ બાદ જાહેરમાં દેખાયા પ્રિન્સેસ કેટ મિડલટન, નાની છોકરીને આપ્યો સુંદર જવાબ

વોશીંગ્ટન ઘણી વખત નાના બાળકો દ્વારા કેટલાક માસુમ પ્રશ્નો પૂછાતા આપણે મુંજવણમાં પડી જઈએ છીએ કે શું જવાબ આપવો.ત્રીજા પુત્રના જન્મ બાદ પ્રિન્સેસ કેટ મિડલટન પ્રથમ વખત જાહેરમાં જોવા મળ્યા હતા ત્રણ બાળકોની માતા પ્રિન્સેસ કેટ જયારે સ્કુલમાં વિઝીટર તરીકે ગયા હતા ત્યારે સ્કુલની એક છોકરીને મનમાં પ્રશ્ન થયો હતો કે શા માટે ફોટોગ્રાફર પ્રિન્સેસ […]

World Trending
ppp મેટરનિટી લીવ બાદ જાહેરમાં દેખાયા પ્રિન્સેસ કેટ મિડલટન, નાની છોકરીને આપ્યો સુંદર જવાબ

વોશીંગ્ટન

ઘણી વખત નાના બાળકો દ્વારા કેટલાક માસુમ પ્રશ્નો પૂછાતા આપણે મુંજવણમાં પડી જઈએ છીએ કે શું જવાબ આપવો.ત્રીજા પુત્રના જન્મ બાદ પ્રિન્સેસ કેટ મિડલટન પ્રથમ વખત જાહેરમાં જોવા મળ્યા હતા

ત્રણ બાળકોની માતા પ્રિન્સેસ કેટ જયારે સ્કુલમાં વિઝીટર તરીકે ગયા હતા ત્યારે સ્કુલની એક છોકરીને મનમાં પ્રશ્ન થયો હતો કે શા માટે ફોટોગ્રાફર પ્રિન્સેસ કેટના આટલા બધા ફોટા ક્લિક કરે છે.

કેટ મિડલટન હાલમાં જ મેટરનિટી લીવ પૂરી થયા બાદ સાયરસ ક્રોફટ ફોરેસ્ટ સ્કુલની મુલાકાત લીધી હતી.

સ્કુલના બાળકોને પ્રિન્સેસ કેટના તેમની વચ્ચે હોવાનો વિશ્વાસ નહતો આવતો એવામાં એક છોકરીના વધારે ફોટા પડાતા હોવાના લીધે તેને કેટને પ્રશ્ન કર્યો કે શા માટે તે લોકો આટલા બધા ફોટા પાડી રહ્યા છે ?

માસુમ છોકરી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો કેટે થોડી વાર પણ વિચાર્યા વગર જવાબ આપી દીધો હતો કે તે લોકો તારા ફોટા પાડી રહ્યા છે કારણ કે તું સ્પેશિયલ છે.

તમને જણાવી દઈએ કે બ્રિટીશ રોયલ કુટુંબના મોટા દીકરા  પ્રિન્સ વિલિયમની પત્ની ત્રણ પુત્રો પ્રિન્સ જ્યોર્જ (૫), પ્રિન્સેસ શાર્લોટ(૩) અને ૬ મહિનાના પ્રિન્સ લુઇસની માતા છે. ત્રણ પુત્રોની માતા પ્રિન્સેસ કેટ મિડલટનને સારી રીતે ખબર છે કે બાળકોને કેવી રીતે સાચવવા.

ઉલ્લેખનીય છે કે યુકેના પ્રિન્સ વિલિયમના પત્ની પ્રિન્સેસ કેટે 23 એપ્રિલ, ૨૦૧૮ના રોજ  સવારે 10.01 કલાકે પોતાના ત્રીજા સંતાન – પુત્ર લુઇસને જન્મ આપ્યો હોવાની જાહેરાત કેન્સિંગ્ટન પેલેસે કરી હતી. વેસ્ટ લંડનમાં સેઈન્ટ મેરીઝ હોસ્પિટલમાં આ શાહી કપલના પુત્રનો જન્મ થયો ત્યારે પિતા વિલિયમ્સ ત્યાં હાજર હતા.

પ્રિન્સ વિલિયમના પહેલા બે સંતાનો – પુત્ર જ્યોર્જ અને પુત્રી શાર્લોટનો જન્મ પણ આ જ હોસ્પિટલમાં થયો હતો.