Bollywood/ લગ્ન પછી કેટરિના-સલમાન ફરી સાથે, આ છે કારણ…

વિકી કૌશલ સાથે લગ્ન કર્યા બાદ હવે કેટરિના કૈફ ફરી પોતાની પ્રોફેશનલ લાઈફમાં વ્યસ્ત થવા જઈ રહી છે.કેટરીના જલ્દી જ સલમાન ખાન સાથે ફિલ્મ ટાઇગર 3નું શૂટિંગ શરૂ કરશે

Trending Entertainment
15 4 લગ્ન પછી કેટરિના-સલમાન ફરી સાથે, આ છે કારણ...

વિકી કૌશલ સાથે લગ્ન કર્યા બાદ હવે કેટરિના કૈફ ફરી પોતાની પ્રોફેશનલ લાઈફમાં વ્યસ્ત થવા જઈ રહી છે.કેટરીના જલ્દી જ સલમાન ખાન સાથે ફિલ્મ ટાઇગર 3નું શૂટિંગ શરૂ કરશે.રશિયા, તુર્કી, ઓસ્ટ્રિયા અને મુંબઈમાં શૂટિંગ કર્યા બાદ હવે કેટરીના અને સલમાન ફિલ્મના છેલ્લા શેડ્યૂલનું શૂટિંગ પૂર્ણ કરશે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે જાન્યુઆરીમાં દિલ્હીમાં થશે

રિપોર્ટ અનુસાર, આ 15 દિવસનું શૂટ હશે અને બંને એકસાથે ફિલ્મનું શૂટિંગ પૂરું કરશે.સલમાન અને કેટરિના દિલ્હીના રિયલ લોકેશન પર શૂટ કરશે. હવે રિયલ લોકેશન પર શૂટિંગ થવાને કારણે ફિલ્મની ટીમ પૂરી તૈયારી કરી રહી છે કારણ કે ત્યાં ઘણી ભીડ હશે અને કલાકારોને જોઈને ભીડ પણ વધશે.બંનેના લુક લીક ન થાય તે માટે સંપૂર્ણ સુરક્ષા કરવામાં આવશે.

અહેવાલો અનુસાર, તે ખૂબ જ પડકારજનક છે,પરંતુ આદિત્ય ચોપડા,મનીષ શર્મા અને ફિલ્મની આખી ટીમ આ ફિલ્મને વધુ સારી બનાવવા માટે કોઈ કસર છોડી રહી નથી. ફિલ્મને એક અલગ લેવલ પર લઈ જવાની યોજના છે. સલમાન ખાન અને કેટરીના કૈફ બંને પોતાની પ્રોફેશનલ લાઈફને સારી રીતે સમજે છે. બંને જાણે છે કે,આ ફિલ્મનું સૌથી મહત્વનું શેડ્યુલ છે, તેથી બંને તેના માટે સખત મહેનત કરી રહ્યા છે.આ શેડ્યૂલ માટે બંનેએ પોતાની ફિટનેસનું પણ ધ્યાન રાખવું પડશે. આ 15 દિવસનું શેડ્યૂલ હશે અને તે પછી ફિલ્મનું શૂટિંગ પૂરું થશે.ટાઈગર 3 ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ છે.એક થા ટાઈગર પહેલીવાર વર્ષ 2012માં રિલીઝ થઈ હતી. આ પછી વર્ષ 2017માં ટાઈગર ઝિંદા હૈ રિલીઝ થઈ હતી. બંને ફિલ્મો બ્લોકબસ્ટર રહી હતી. હવે ચાહકોને ટાઇગર 3 પાસેથી ઘણી આશાઓ છે.