Bollywood/ અમિતાભ બચ્ચને શેર કર્યો 52 વર્ષ જુનો ફોટો, યુઝર્સ બોલ્યા- સોનુ સૂદ જેવા લાગો છો…

અમિતાભે રાજસ્થાની સ્ટાઇલમાં પાઘડી પહેરી છે, સાથે જ તેમના કાનમાં કુંડલ પણ પહેર્યા છે.જ્યારે તેમણે મૂછો પણ રાખી સાથે જ આંખો જોવા જેવી છે.

Trending Entertainment
A 327 અમિતાભ બચ્ચને શેર કર્યો 52 વર્ષ જુનો ફોટો, યુઝર્સ બોલ્યા- સોનુ સૂદ જેવા લાગો છો...

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તેઓ ઘણીવાર તેમની તસવીરો, વીડિયો અને પ્રેરણાત્મક અવતરણ શેર કરતા રહે છે હવે તેમણે ઇન્સ્ટાગ્રામ પર 1969 ની ફિલ્મ ‘રેશ્મા ઓર શેરા’ નો લુક ટેસ્ટ ફોટો શેર કર્યો છે આ ફોટો બ્લેક એન્ડ વ્હાઇટમાં છે અમિતાભ બચ્ચન રાજસ્થાની સ્ટાઇલમાં જોવા મળી રહ્યા છે. તેમણે રાજસ્થાની સ્ટાઇલમાં પાઘડી પહેરી છે, સાથે જ તેમના કાનમાં કુંડલ પણ પહેરેલા જોવા મળી રહ્યા છે.જ્યારે તેમણે મૂછો પણ રાખી છે. આ ફોટામાં અમિતાભ બચ્ચનની આંખો જોવા જેવી છે.

ફોટો શેર કરતાં અમિતાભ બચ્ચને લખ્યું, ‘રેશ્મા ઓર શેરા ફિલ્મથી મારો લુક ટેસ્ટ .. 1969 .. મારી પસંદગી કરવામાં આવી હતી.’ અમિતાભ બચ્ચનની આ પોસ્ટને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.આના પર તેમની પૌત્રી નવી નવેલી નંદાએ લખ્યું છે. પોસ્ટ પર હાર્ટ ઇમોજી શેર કર્યા છે, જ્યારે રણવીર સિંહ અને સોનુ સૂદે સ્ટાર અને હાર્ટ ઇમોજી પર ટિપ્પણી કરી છે. તો કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ તેમને સોનુ સૂદ જેવા લાગો છો ખી રહ્યા છે.

આ પણ વાંચો :જયારે કાકાએ ગર્લફ્રેન્ડના ઘર સામેથી કાઢી હતી જાન, 15 વર્ષ નાની ડિમ્પલ સાથે કર્યા હતા લગ્ન

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) 

અમિતાભ બચ્ચને હાલમાં જ ‘ગુડબોય’ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે.આ સિવાય આ ફિલ્મમાં નીના ગુપ્તા અને રશ્મિકા મંડન મહત્વની ભૂમિકામાં હશે.આ પહેલા અમિતાભ બચ્ચને મુહૂર્ત પૂજાની તસવીરો પણ શેર કરી હતી.તેમણે લખ્યું છે કે, ‘નવી યાત્રા શરૂ કરવા માટે ઉત્સાહિત છે. વિકાસ બહલ આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે અને એકતા કપૂર તેનું નિર્માણ કરી રહ્યા છે.

આ પણ વાંચો :ભૂમિ પેડનેકરની બર્થ-ડે વિશ જાણીને તમે પણ થઇ જશો ખુશ, જાણો એવી તો શું છે તેની ઈચ્છા

આ પણ વાંચો :શ્રીદેવીની દીકરી “ખુશી” ના નવા લુકથી લોકો આશ્ચર્યચકિત થયા