Not Set/ કેજરીવાલે કહ્યુ- મોડર્ના અને ફાઈઝરે અમને રસી આપવાની કરી દીધી છે ના, હવે કેન્દ્ર સરકાર…

દિલ્હીમાં કોરોના રસીની ઉણપ બાદ 18 વર્ષથી વધુ ઉંમરનાં લોકોનું રસીકરણ બંધ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવીલે મોદી સરકારને જલ્દીથી રસી મળે તેવી અપીલ કરી છે.

Top Stories India
તાઉતે વાવાઝોડું 106 કેજરીવાલે કહ્યુ- મોડર્ના અને ફાઈઝરે અમને રસી આપવાની કરી દીધી છે ના, હવે કેન્દ્ર સરકાર...

દિલ્હીમાં કોરોના રસીની ઉણપ બાદ 18 વર્ષથી વધુ ઉંમરનાં લોકોનું રસીકરણ બંધ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવીલે મોદી સરકારને જલ્દીથી રસી મળે તેવી અપીલ કરી છે. સોમવારે તેમણે કહ્યું, અમે મોડર્ના અને ફાઈઝર સાથે વાત કરી, તેઓ કહે છે કે અમે તમને રસી આપીશું નહીં, અમે કેન્દ્ર સરકાર સાથે વાત કરીશું. અમે પહેલાથી જ ઘણો સમય ગુમાવી દીધો છે, મારી કેન્દ્ર સરકારને અપીલ છે કે કેન્દ્ર સરકારે તેમની સાથે વાત કરી અને રસી આયાત કરીને રાજ્યોમાં વહેંચે.

નારદા કેસ / બંગાળની રાજનીતિમાં ગરમાવો, ટીએમસી નેતાઓને નજરકેદ રાખવાના વિરોધમાં SC પહોંચી CBI

વળી બ્લેક ફંગસનાં વધતા જતા કેસ પર, સીએમ કેજરીવાલે કહ્યું કે અમે બ્લેક ફંગસ માટે અમારા કેન્દ્રો બનાવ્યા છે, પરંતુ જો ત્યાં કોઈ દવા નથી, તો કેવી રીતે સારવાર કરવી? દિલ્હીમાં દરરોજ 2000 ઇન્જેક્શનની જરૂર હોય છે પરંતુ અમને 400-500 ઇન્જેક્શન મળી રહ્યાં છે. દિલ્હીમાં બ્લેક ફંગસનાં લગભગ 500 દર્દીઓ છે. દિલ્હી સરકારનાં જણાવ્યા અનુસાર મે મહિનામાં દિલ્હીમાં માત્ર 16 લાખ રસી મળી હતી. વળી જૂન મહિનામાં, કેન્દ્ર સરકાર આમાંથી અડધો ભાગ દિલ્હીને આપશે, એટલે કે ફક્ત 8 લાખ રસી. સીએમ કેજરીવાલે દેશમાં રસીની ઉપલબ્ધતામાં તાત્કાલિક વધારો કરવા કેન્દ્ર સરકારને ચાર સૂચનો પણ આપ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે રસી બનાવતી અન્ય કંપનીઓ માટે ઈન્ડિયા બાયોટેકથી ફોર્મ્યુલા લઈ તેમને તુરંત જ ઉત્પાદન શરૂ કરવા આદેશ આપવો જોઈએ. વિદેશી રસીઓને ભારતમાં વાપરવાની છૂટ હોવી જોઈએ અને રાજ્યોને બદલે કેન્દ્ર સરકાર પોતે વિદેશી કંપનીઓ પાસેથી રસી ખરીદે છે. જે દેશોએ તેમની વસ્તી કરતા વધુ રસી એકઠા કરી છે, કેન્દ્ર સરકારે તેમને રસી લેવાની વિનંતી કરવી જોઈએ. વિદેશી કંપનીઓને પણ ભારતમાં રસી બનાવવાની છૂટ હોવી જોઈએ.

રાજકારણ / સુબ્રમણ્યમ સ્વામીએ બિન-ભાજપ શાસિત રાજ્યોને રસીની અછત માટે એક સાથે આવવાની આપી સલાહ

તેમણે કહ્યું કે, દિલ્હીમાં દરેકને 3 મહિનામાં રસી અપાવવા દર મહિને 80 લાખ રસીની જરૂર હોય છે, પરંતુ કેન્દ્રએ જૂન મહિનામાં દિલ્હીનાં 8 લાખ ડોઝનો ક્વોટા ઘટાડ્યો છે. જો દિલ્હીમાં દર મહિને 8 લાખ રસી આવે છે, તો બધા પુખ્ત વયનાં લોકોને રસી આપવામાં 30 મહિનાનો સમય લાગશે. ત્યાં સુધી, કોરોનાની કેટલી લહેરો આવશે અને કેટલા વધુ લોકોનાં મોત થઇ જશે.

kalmukho str 20 કેજરીવાલે કહ્યુ- મોડર્ના અને ફાઈઝરે અમને રસી આપવાની કરી દીધી છે ના, હવે કેન્દ્ર સરકાર...