Not Set/ દિલ્હીમાં કેજરીવાલની CM પદની શપથવિધિનાં કારણે આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક એડવાઇજરી જાહેર

આજે અરવિંદ કેજરીવાલ દિલ્હીનાં મુખ્યમંત્રી પદનાં શપથ લેવા જઈ રહ્યા છે. ઐતિહાસિક રામલીલા ગ્રાઉન્ડ ખાતે ભવ્ય શપથ સમારોહની વ્યવસ્થા કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે ખુદ દિલ્હીનાં લોકોને આ શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપ્યું છે. માનવામાં આવે છે કે આ સમારોહમાં લગભગ 1 લાખ લોકો એકઠા થશે. આવી સ્થિતિમાં દિલ્હી ટ્રાફિક પોલીસે શપથ ગ્રહણ સમારોહ પૂર્વે […]

Top Stories India

આજે અરવિંદ કેજરીવાલ દિલ્હીનાં મુખ્યમંત્રી પદનાં શપથ લેવા જઈ રહ્યા છે. ઐતિહાસિક રામલીલા ગ્રાઉન્ડ ખાતે ભવ્ય શપથ સમારોહની વ્યવસ્થા કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે ખુદ દિલ્હીનાં લોકોને આ શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપ્યું છે. માનવામાં આવે છે કે આ સમારોહમાં લગભગ 1 લાખ લોકો એકઠા થશે. આવી સ્થિતિમાં દિલ્હી ટ્રાફિક પોલીસે શપથ ગ્રહણ સમારોહ પૂર્વે એડવાઈજરી જારી કરી હતી, અને લોકોને આજે કેટલાક માર્ગો પરથી પસાર ન થવાની સલાહ આપી છે. આજે કેટલાક રસ્તાઓ બંધ કરાયા છે. ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડાયવર્ટ કરાવવાની એડવાઈજરી જારી કરવામાં આવી છે.

શપથ ગ્રહણ સમારોહને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે બસોની સામાન્ય પાર્કિગ માટે માતા સુંદરી રોડ પાવર હાઉસ, સિવિક સેન્ટરની અંદર અને પાછળની તરફ જગ્યા નક્કી કરી છે. વળી વેલોડ્રોમ રોડ, રાજઘાટ પાર્કિંગ, શાંતિ વન પાર્કિંગ, રાજઘાટ અને સમતા સ્થળનાં સર્વિસ રોડ પર પણ બસો પાર્ક કરી શકાય છે.

વળી રાજઘાટ અને દિલ્હી ગેટ ચોકથી ગુરુ નાનક દેવ ચોકથી જવાહરલાલ નહેરુ માર્ગ પરનાં કોમર્શિયલ વાહનોની એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત છત્તા રેલથી દિલ્હી ગેટ ચોક વાયા નેતાજી સુભાષ માર્ગ પર બસોની એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પહાડગંજથી અજમેરી ગેટ થઇને ડીબીજી રોડ તરફની બસોની અવર-જવર બંધ કરાઇ છે. શપથ ગ્રહણ સમારોહ માટે સુરક્ષાનાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.