Not Set/ ઓક્સિજન માટે આગોતરા આયોજનનું ‘કેરળ મોડલ’

જરૂરિયાત કરતા બમણુ ઉત્પાદન થઇ રહ્યુ છે ત્યાં પહેલી લહેર કરતા બીજી લહેરમાં વધુ પ્રમાણમાં કેસો નોંધાયા હોવા છતા ત્યાં હજી સુધી ઓક્સિજનની અછત કે કટોકટી સર્જાઇ નથી.

India Trending
krishna 9 ઓક્સિજન માટે આગોતરા આયોજનનું ‘કેરળ મોડલ’

બીજી લહેરની ચેતવણી આવી તેની સાથે જ કેરળમાં ઓક્સિજન પ્લાન્ટોની સંખ્યા વધવાની શરૂઆત થઇ તેના કારણે કેરળ ઓક્સિજન સપ્લાય રાજય બની ગયુ

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

બે-ત્રણ દિવસ પહેલા કર્ણાટકમાં ઓક્સિજનના અભાવે ર૪ દર્દીના મોત થયા આ પહેલા મઘ્યપ્રદેશમાં પણ આવા બનાવ બન્યા દિલ્હીમાં તો ઓક્સિજનની કટોકટી લોકોને બરાબર નડી રહી છે. સરકાર ભલે ગમે તેટલા દાવાઓ કરે પણ ઓકિસજન માટેનું સરપ્લસ રાજય તો દિવો લઇને શોધવા જવુ પડે તેવી હાલત છે. થોડા સમય પહેલા દિલ્હીની હાઇકોર્ટે પણ એવી ટકોર કરી હતી કે ગમે તે કરો જરૂર  પડે તે પગલા ભરી જરૂરતમંદોને ઓકિસજન આપો.

himmat thhakar 1 ઓક્સિજન માટે આગોતરા આયોજનનું ‘કેરળ મોડલ’

ઓકિસજનના અભાવે કોઇને મરવા દેવાય નહી. સુપ્રીમ કોર્ટે પણ દરેક રાજયોને તેની જરૂરીયાતના પ્રમાણમાં ઓકિસજન મળવો જ જોઇએ તેવું સૌ કોઇ માને છે. દેશમાં સર્જાયેલી ઓક્સિજનની કટોકટીના એક નહીં અનેક કારણો છે પહેલા નિકાસ અને પછી ઓકિસજન વિદેશમાંથી આયાત કરવો પડે તેવી સ્થિતિ સર્જાઇ તેનુ શુ કારણ ?

AAP MLA makes emotional appeal to Centre, Haryana govt to provide oxygen to Delhi- The New Indian Express

આરોગ્ય મંત્રાલયની સંસદીય સમિતિએ તો કોરોનાની સુચિત લહેર અને તેમાં ઓકિસજન વિગેરેની પડનારી  જરૂરત અંગે લાબા સમય પહેલા ચેતવણી આપી હતી. લગભગ ડિસેમ્બર ર૦ર૦મ્ાં જ આ પ્રકારની ચિમકી આપવામાં આવી હતી. પણ કોઇ સમજયુ નહી નેતાઓ ચુંટણીમાં અને અધિકારીઓ નેતાઓની વાહવાહ કરવામાં વ્યસ્ત રહ્યા તેનુ પરિણામ આપણે ભોગવીએ છીએ. ઘણા વિશ્ર્લેષકો કહે છે જે પગલા અત્યારે યુઘ્ધના ધોરણેના દાવા સાથે અને કોર્ટની રૂકાવટ બાદ કેન્દ્ર સરકાર ભરી રહી છે તે આગ લાગે ત્યારે જ કુવો ખોદવા જેવા છે. ડિસેમ્બર નહીં તો ફેબ્રુઆરી માસમાં પણ કોરોનાની ખતરનાક લહેર અંગે ચેતવણી આવી જ ગઇ હતી,  પણ કોઇ જાગ્યુ નહી.  કેન્દ્ર પોતે પોતાની રીતે ઉંઘતુ રહ્યુ માત્ર આરોગ્યની બાબતમાં રાજકીય રીતે નહીં અને પછી રાજય સરકારોને તો કયાંથી કહી શકવાનુ હતુ. અત્યારે અંગ્રેજી અખબાર અને તેમાંય ખાસ કરીને પ્રશિક્ષણ અખબારોમાં જે અહેવાલ પ્રગટ થયા છે તે પ્રમાણે ઓકિસજન સંકટને પહોંચી વળવા માટે બીજા કોઇ રાજયે નહી પણ કેરળે તૈયારી શરૂ કરી હતી. ઇટાલીમાં ઓકિસજનના કારણે લોકોના મોત નિપજવાના બનાવો બન્યા અને સાથોસાથ વિશ્વ  આરોગ્ય સંસ્થા દ્વારા પણ એવી ચેતવણી આપવામાં આવી કે કોરોનાની ગંભીર બીજી લહેર આવી રહી છે અને આ લહેરમાં ફેફસા પર જલ્દી અસર થવાની છે અને તેના કારણે વ્યાપક પ્રમાણમાં જરૂરત પડવાની છે. ઓકિસજનની જરૂરીયાત જેવી બાબતને કેન્દ્ર કે અન્ય રાજયોએ ગંભીરતાથી ન લીધી પણ કેરળની સરકારે અને તેના મુખ્યમંત્રી વિજયને અને આરોગ્ય મંત્રી કે.કે.શૈલજાએ ઘ્યાનમાં લીધી.

How Kerala is managing its medical oxygen supply | The News Minute

શૈલજાએ મુખ્યમંત્રી નાણામંત્રી વિગેરેને વિશ્વાસમાં લીધા અને કેરળમાં વિવિધ સ્થળોએ ઓકિસજન પ્લાન્ટ સ્થાપવાની શરૂઆત કરી તે વખતે તો કોઇએ તેની નોંધ નહોતી લીધી. પરંતુ જયારે એપ્રિલ ની ૧૦મી પછી દેશમાં કોરોનાના સંક્રમણ વઘ્યુ તેના કારણે કોરોનાના કેસ પણ વઘ્યા અને સંક્રમિત કેસ પણ વઘ્યા અને સંક્રમિત દર્દીઓ પૈકીના મોટાભાગના દર્દીઓને ઓક્સિજન લેવલ ઘટવાના અને તેના કારણે દર્દીને જીવનદાન આપવા માટે ઓક્સિજનની અનિવાર્યતા વધી ગઇ અને દેશના ૧૧થી વધુ રાજયોમાં ઓકિસજન સંકટ સર્જાયુ.
પરંતુ કેરળની ડાબેરી સરકારે ઓકિસજનનના ઉત્પાદન માટે આગોતરૂ આયોજન કર્યુ અને તેનો અમલ પણ કર્યો તેના પરિણામ એ આવ્યુ કે કેરળમાં અત્યારની પરિસ્થિતિ પ્રમાણે ૯૭ ટન જેટલા ઓકિસજનની જરૂરીયાત છે અને હાલ કેરળમાં રાજય સરકારની પ્રેરણા માર્ગદર્શન અને સ્થપાયેલા ઓક્સિજન પ્લાન્ટોમાં ર૦૪.૭પ ટન ઓક્સિજનનુ ઉત્પાદન થઇ રહ્યુ છે.

Centre to import 50,000 MT medical oxygen, set up PSA plants as demand spike

આમ જરૂરિયાત કરતા બમણુ ઉત્પાદન થઇ રહ્યુ છે ત્યાં પહેલી લહેર કરતા બીજી લહેરમાં વધુ પ્રમાણમાં કેસો નોંધાયા હોવા છતા ત્યાં હજી સુધી ઓક્સિજનની અછત કે કટોકટી સર્જાઇ નથી. ભલે ભારતના સત્તાધારી એન.ડી.એ. કે કેરળમાં વિપક્ષના સ્થાને રહેલા યુનાઇટેડ ડેમોક્રેટીક ફ્રન્ટ એટલે કે યુડીએએફના ઘટક સહીતના કોઇ પક્ષના નેતાઓ કેરળની સરકાર ચુંટણી પ્રચારની સાથે બીજી લહેરનો સામનો કરવા માટે સજ્જ હતી. વિદેશના અખબારોને પણ એ વાતની નોંધ લેવી પડી છે કે ભારતમાં ઓક્સિજનના સરપ્લસ રાજય તરીકેની યાદી તૈયાર થાય તો તેમાં કેરળનુ નામ પહેલા લખવુ પડે.

દક્ષિણના કેટલાક અખબારોએ તો એ વાતની પણ નોંધ લીધી છે કે કેરળ કોરોનાનો સામનો કરવામાં સફળ પુરવાર થયુ છે. કેરળના આરોગ્ય મંત્રી કે.કે.શૈલજાએ થોડા સમય પહેલા કહ્યુ હતુ કે જો હું કેન્દ્રમાં હોઉ તો કેરળના ઓકિસજન મોડલનો દેશ વ્યાપી અમલ કરાવુ. આ મંત્રીએ કેન્દ્ર અને ભાજપ કોંગ્રેસ કે અન્ય પક્ષોના શાસવાળી રાજય સરકારોને ઘણુ બધુ કહી દીધુ છે. દક્ષિણના અખબારોએ એ વાતની પણ નોંધ લીધી છે કે જે રીતે શિક્ષણના મોરચે કેજરીવાલ કામગીરી એક મોડલ-આદર્શ સમાન પુરવાર થઇ રહી છે. તેવી જ રીતે કેરળનુ કોરોનાના સામના અને તેમાંય ઓક્સિજન સંકટથી મુકત થવાના મામલે મોડલ બની રહ્યુ છે. જો કે કેરળ મોડલનો અર્થ તે રાજયને વધુ ઉત્પાદન કરતુ રાજય બનાવી દીધુ તે પુરતો મર્યાદીત ન કરી શકાય.

Kerala CM calls to rework and renew state's IT sector | The News Minute

ઇટાલીમાં બનેલા બનાવોનો અભ્યાસ કરીને અને બીજી લહેરની જે ચેતવણી આવી હતી તેને ગંભીરતાથી લઇ ઓકિસજનના ઉત્પાદન માટે જે આગોત‚ આયોજન કર્યુ એટલે કે ગુજરાતી કહેવત પ્રમાણે આગ લાગે ત્યારે કુવો ખોદવા નીકળવાને બદલે પાણી આવે તે પહેલા પાળ બાંધવા જેવુ કામ કર્યુ જેથી કોઇ એમ ન કહી શકે કે ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ધંધો થયો છે.

નજીકના ભુતકાળની વાત કરીએ તો દેશમાં કોરોનાનો સૌથી પ્રથમ કેસ કેરળમાં નોંધાયો હતો. પછી સંક્રમણ વધતા લોકડાઉન સહીતના જરૂરી નિયંત્રણો છતા લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે.તેવી વ્યવસ્થા કરવામાં પણ કેરળ મોખરે હતુ. આ એ જ સરકાર છે જે પોતાની પ્રજાને રસોડામાં ભોજન બનાવવા માટે જે ચીજો જોઇએ તે મફતમાં આપી હતી. એટલુ જ નહી પરંતુ રેશનકાર્ડ ધરાવનારા ઓના ખાતામાં લોકડાંઉન સહીતના કોરોના કાળના પ્રથમ ૬ માસ દરમ્યાન પ્રત્યેક રેશનકાર્ડ ધારકના ખાતામા માસિક રૂ. ૭પ૦૦ જેવી રકમ જમા કરાવી હતી. એટલે કે છ માસમાં રૂ.૪પ૦૦૦ જમા કરાવ્યા હતા.

Rockstar' Health Minister Shailaja Teacher wins by largest margin in Kerala history - The Week

આ કાંઇ જેવી તેવી વાત તો હરગીઝ નથી. કોરોનાની પ્રથમ લહેર દરમિયાન કેરળના આરોગ્ય મંત્રી કે.કે.શૈલજાને ઉત્તમ આયોજન અને ઉત્કૃષ્ટ આયોજન અંગે પણ યુનો દ્વારા  ખાસ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. કોરોના કાળ દરમ્યાન લોકોની પરેશાનીમાં વધારો કરવાને બદલે માત્ર વાતો નહી પણ નકકર પગલા દ્વારા જે રાહત પહો૦ચાડી તેના કારણે જ કેરળના મતદારોએ કોરોના કાળ વચ્ચે યોજાયેલી ચુંટણીમાં ડાબેરી મોરચાને ફરી સત્તાના સિંહાસને બેસાડયા છે તે વાતની નોંધ લેવી જ પડે તેમ છે.