રાજ્યમાં ભૂ માફીયા જમીન પચાવવા આવનવી તરકીબ અને ગુંડાગીરી કરીને જમીન પચાવી પાડે છે.હળવદના ચરાવડા ગામના વતની સોની પરિવારની માલિકીની જમીન બે શખ્સોએ પચાવી પાડવાનો ષડયંત્ર રચ્યો હતો.બન્ને શખ્સો સામે હળવદ પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધીનેે તપાસ હાથ ધરવામાં આવી છે.
હળવદ તાલુકાના ચરાડવા ગામના વતની અને હાલ અમદાવાદ વેજલપુર રોડ પર રહેતા ઘનશ્યામભાઈ મહાસુખલાલભાઈ રાણપુરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેના પિતાએ વર્ષ 1976માં દલાભાઈ મોતીભાઈ દલવાડી અને સોંડાભાઈ મોતીભાઈ દલવાડી પાસેથી વેચાતી લીધી હતી. તેમજ અન્ય જમીન વર્ષ 1972માં ચરાડવાના ખીમાભાઈ દેવરાજભાઈ દલવાડી પાસેથી વેચાતી લીધી હતી. 2014માં મારા પિતાનું અવસાન થયું હતું. પરિવાર અમદાવાદ રહેતો હોય અને 17-9-2015ના રોજ ખેતીની જમીન જોવા ગયા ત્યારે માલૂમ પડ્યું કે ઈશ્વર શામજીભાઈ પટેલ અને કેશવજીભાઇ ગાડુંભાઈ પટેલ રહે બંને ચરાડવા વાળાએ તેની માલિકીની સર્વે 1255 પૈકી 1 અને 1256 પૈકી 1 જમીન પર ગેરકાયદેસર કબજો કરી લીધો હતો. જમીન પર આજ સુધી ગેરકાયદેસર કબજો ચાલુ રાખીને જમીન પચાવી પાડી ગુનો કર્યો છે. હળવદ પોલીસે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ડીવાયએસપી કરી રહ્યા છે.