કેશોદ/  પ્રાંસલી વાડી વિસ્તારમાંથી ખૂંખાર દીપડો પકડાયો

દીપડાને પકડવા માટે આ વાડીમાં  પાંજરૂ ગોઠવવામાં આવેલ હતુ.પાંજરૂ ગોઠવતા જ મોડી રાત્રે દીપડો પાંજરે પૂરાયો હતો. પાંજરે પુરાતા વાડી વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. 

Gujarat Others
panther  પ્રાંસલી વાડી વિસ્તારમાંથી ખૂંખાર દીપડો પકડાયો

@ચેતન પરમાર, કેશોદ

તાલુકાના પ્રાંસલી ગામે ભાવેશભાઈ અમરાભાઇ મક્કા ની વાડીમાં  દીપડો હોવાનું વાડી માલિકને જાણ થતા ફોરેસ્ટ ની ટીમ ને જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક ફોરેસ્ટની  ટીમ સ્થળ પર પહોંચી દીપડાને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. દીપડાને પકડવા માટે આ વાડીમાં  પાંજરૂ ગોઠવવામાં આવેલ હતુ.પાંજરૂ ગોઠવતા જ મોડી રાત્રે દીપડો પાંજરે પૂરાયો હતો. પાંજરે પુરાતા વાડી વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

દિપડાએ અવાર નવાર આ વિસ્તારમાં દેખા દેતાં આસપાસના ગામડાઓમાં ડરનાે માહાેલ છવાતા વન વિભાગે દિપડાને પકડવા સીમ વિસ્તારમાં પાંજરૂ મુક્યુ હતુ. માેડી રાત્રીએ દિપડાે પાંજરે પુરાતા ગામલાેકાેમાં હાશકારો અનુભવાયો છે.

થયો હતો.વનવિભાગના આરએફઓ સહિત રાઉન્ડ ફાેરેસ્ટર તથા આર.એફ.ઓ.  જી.પી. સુહાગિયા,રાઉન્ડ ફોરેસ્ટર પી.બી.કેશોજા હરેશ ભાઈ મૂછાળ વિ.એ ઘટના સ્થળે દિપડાને પાંજરે પુરવા સફળ કામગીરી કરી હતી ત્યારે ગણતરીની કલાકોમાં પકડાયેલા દીપડાને સાસણ નજીક ગીર અમરાપુર એનીમલ કેર સેન્ટર ખાતે મોકલી આપવામાં આવેલ હતો.