રાજકોટ/ સૌરાષ્ટ્ર યુનિ.-કોલેજોના એક લાખ વિદ્યાર્થીઓને કોરોનાની રસી અપાશે

  રાજય માં આ વખતે કોરોના ની બીજી લહેર ખુબ જ ભયનાક જોવા મળી રહી  હતી. જેમના પગલે  રાજય સરકાર અથાગ પ્રયત્નો કરતી જોવા મળી રહી છે .ત્યારે સૌરાષ્ટ્ર  યુનિ.-કોલેજોના એક લાખ વિદ્યાર્થીઓને આગામી એક માસમાં વેકસીન આપવાનો તખ્તો ઘડવામાં આવેલ છે. આ વેકસીનેશન ડ્રાઈવ અંગે આજે સાંજના 5 કલાકે સૌરાષ્ટ્ર યુનિ. ખાતે કુલપતિ ડો. […]

Gujarat Rajkot
Untitled 98 સૌરાષ્ટ્ર યુનિ.-કોલેજોના એક લાખ વિદ્યાર્થીઓને કોરોનાની રસી અપાશે

  રાજય માં આ વખતે કોરોના ની બીજી લહેર ખુબ જ ભયનાક જોવા મળી રહી  હતી. જેમના પગલે  રાજય સરકાર અથાગ પ્રયત્નો કરતી જોવા મળી રહી છે .ત્યારે સૌરાષ્ટ્ર  યુનિ.-કોલેજોના એક લાખ વિદ્યાર્થીઓને આગામી એક માસમાં વેકસીન આપવાનો તખ્તો ઘડવામાં આવેલ છે. આ વેકસીનેશન ડ્રાઈવ અંગે આજે સાંજના 5 કલાકે સૌરાષ્ટ્ર યુનિ. ખાતે કુલપતિ ડો. નિતીનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી તથા સીન્ડીકેટ મેમ્બર ડો. મેહુલ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં કોલેજોના પ્રિન્સીપાલોની બેઠક આયોજીત કરવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની મહામારીના કેસોમાં હવે સતત ઘટાડો નોંધાતો જાય છે તેની સાથોસાથે વહીવટીતંત્ર દ્વારા વેકસીનેશન અભિયાન વેગવાન બનાવવામાં આવેલ છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિ. અને કોલેજોના એક લાખ વિદ્યાર્થીઓને કોરોના રસી આગામી એક માસમાં આપવામાં આવનાર છે.આ અંગે યુનિ.ના સીન્ડીકેટ મેમ્બર ડો. મેહુલ રૂપાણીનો સંપર્ક કરાતા તેઓએ જણાવ્યું હતું કે કોલેજોના વિદ્યાર્થીઓ માટે સંભવત સોમવારથી આ અભિયાન શરુ કરાશે જેમાં 20 સેન્ટરોમાં રસીકરણ કેન્દ્રો શરુ કરી વિદ્યાર્થીઓનું વેકસીનેશન કરાશે.

કોરોનાની બીજી લહેરને પગલે રાયભરમાં મિની લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. શહેરના ઉધાનોથી લઈને જીમ, સ્વિમિંગ પૂલ, ધાર્મિક સ્થળો પણ બધં કરી દેવામાં આવ્યા હતા. હવે બીજી લહેરની દહેશત ઓછી થતાં આજથી શહેરના જીમ, બાગ બગીચા અને ધાર્મિક સ્થળો ફરીથી શ કરવામાં આવ્યા છે. તો હવે ટૂંક સમયમાં જ મહિનાઓથી બધં સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીનું જીમ અને સ્વીમીંગ પુલ પણ સરકારની ગાઈડલાઈન્સને આધારે ફરીથી શરૂ કરવામાં આવશે.