keshod/ તહેવારોમાં શ્રમજીવીના ઘરે તસ્કરોએ કર્યા શ્રી ગણેશ, બંધ ઘરોમાંથી લાખો રૂપિયાની ચોરી

તહેવારોમાં શ્રમજીવીના ઘરે તસ્કરોએ કર્યા શ્રી ગણેશ, બંધ ઘરોમાંથી લાખો રૂપિયાની ચોરી

Gujarat Others
keshod તહેવારોમાં શ્રમજીવીના ઘરે તસ્કરોએ કર્યા શ્રી ગણેશ, બંધ ઘરોમાંથી લાખો રૂપિયાની ચોરી

@ચેતન પરમાર, જુનાગઢ 

દિવાળીના ઉત્સવો દરમિયાન બહારગામ ગયેલ મજૂર વર્ગના ઘરને નિશાન બનાવવાનું તસ્કરોએ શરુ કર્યુ છે.  કેશોદના 66 કેવી વિસ્તારમાં ત્રાટકેલા તસ્કરો બે લાખથી વધુની મત્તા ઉઠાવી ગયા હતાં. પ્રાપ્ત માહિતિ મુજબ કેશોદના ઉતાવળિયા નદી કાંઠે 66 કેવી સબ સ્ટેશન પાછળ વિસ્તારમાં આવેલા મકાનમાં રહેતા અશોકભાઈ મનુભાઈ ડાભીના ઘરમાંથી બે લાખ બે હજાર રોકડ અને બાજુમાં જ રહેતા જીતેન્દ્ર ભાઈ ડાભી ના મકાન માંથી ચાલીસ હજાર રોકડ સહિત ચાંદીની માળા ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.

keshod 2 તહેવારોમાં શ્રમજીવીના ઘરે તસ્કરોએ કર્યા શ્રી ગણેશ, બંધ ઘરોમાંથી લાખો રૂપિયાની ચોરી

દિવાળી દરમીયા ફટાકડા વેચીને ફટાકડા બીલના પેસા ઘરમાં રાખી તહેવાર કરવા બહાર ગયા હતા. ત્યારે તકનો લાભ લઇ તસ્કરો મોડી રાત્રે બાજુ બાજુ માં બે મકાનમાં હાથ ફેરો કરી બે લાખથી વધુની ની રકમ ઉઠાવી ગયા દિવાળી તહેવારો દરમિયાન ચોરો ને મોકળું મેદાન મળી ગયું હતું. દરવાજા નાખુંચા તોડી દિવાળીના ઉત્સવો દરમિયાન બંધ મકાનમાં તસ્કરોએ શ્રીં ગણેશ કાર્ય હતા.

keshod 1 તહેવારોમાં શ્રમજીવીના ઘરે તસ્કરોએ કર્યા શ્રી ગણેશ, બંધ ઘરોમાંથી લાખો રૂપિયાની ચોરી

મકાનના મુખ્ય દરવાજાનું લોક નકુચા સાથે તોડી નાંખ્યુ હતુ અને ઘરમાં તસ્કરો પ્રવેશ્યા હતાં. દરમિયાન ઘરમાં રાખેલી તિજોરીનું લોકર અને પેટી તોડી તસ્કરો રોકડ અને ચાંદીના દાગીના મળી કુલ રોકડ બે લાખ ચાલીસ થી વધુની મત્તા ઉઠાવી ગયા હતાં. આ અંગે કેશોદ પોલીસે વધુ ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે…