Not Set/ સચિન તેંડુલકરને કોરોના થવા પર કેવિન પીટરસને માર્યો ટોણો, યુવરાજ સિંહે આપ્યો જવાબ

સચિને પોતાને કોરોના થયો હોવાની જાણકારી સોશિયલ મીડિયામાં શેર કરી. જેની પર ઇંગ્લેન્ડના પૂર્વ કપ્તાન કેવિન પીટરસને કટાક્ષ કર્યો

Sports
post image 1ae6f56 સચિન તેંડુલકરને કોરોના થવા પર કેવિન પીટરસને માર્યો ટોણો, યુવરાજ સિંહે આપ્યો જવાબ

દિગ્ગજ ક્રિકેટર અને ભારતમાં ગોડ ઓફ ક્રિકેટ ગણાતા સચિન તેંડુલકર શનિવારે કોવિડ-19 પોઝિટિવ થયા. સચિને પોતાને કોરોના થયો હોવાની જાણકારી સોશિયલ મીડિયામાં શેર કરી. જેની પર ઇંગ્લેન્ડના પૂર્વ કપ્તાન કેવિન પીટરસને કટાક્ષ કર્યો. તેણે લખ્યું કે કૃપા કરીને મને જણાવો કે,છેવટે કેમ કોઇને દુનિયાને બતાવવાની જરુર પડે છે કે તે કોરોના પોઝિટિવ છે? અહીં તેમનો ઇશારો કદાચ સચિન તરફ હતો.

આની પર લોકોની પ્રતિક્રિયા આવી રહી છે. જેમા યુવરાજ સિંહ પણ સામેલ છે. તેમણે પીટરસન પર સવાલ ફેંકતા લખ્યું કે આ સવાલ આજે જ તમને કેમ સુઝ્યો? આની પહેલા કેમ નહીં? યુવીએ સાથે જ રિપ્લાયમાં લખ્યું- હાહાહા હું તમારી ટાંગ ખેંચી રહ્યો હતો. કેપીએ જો કે યુવીને જવાબ નથી આપ્યો.

સચિને તેમના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર લખ્યું હતું કે સામાન્ય લક્ષણો બાદ હું આજે કોરોના પોઝિટિવ આવ્યો છું. મે પોતાને હોમ ક્વોરન્ટીન કરી લીધો છે. હું આ મહામારી સાથે સંબંધિત બધા જરુરી પ્રોટોકોલનું પાલન કરી રહ્યો છું. હું બધા હેલ્થકેર પ્રોફેશનલ્સને ધન્યવાદ આપું છું કે મને દેશભરમાંથી સપોર્ટ મળી રહ્યો છે. બધા પોતાનું ધ્યાન રાખે.

મહત્વનું છે કે સચિને હાલમાં જ રાયપુરમાં આયોજિત રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝમાં ઇન્ડિયા લીજેન્ડ્સની કપ્તાની કરી હતી. ઇન્ડિયા લીજેન્ડ્સે ફાઇનલમાં શ્રીલંકા લીજેન્ડ્સને હરાવીને પુરસ્કાર મેળવ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં સચિને 7 મેચોમાં કુલ 223 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમનો બેસ્ટ સ્કોર 65 રન રહ્યો હતો.